મોરબી NSUIના આગેવાનોને મોરબી પોલિસે નઝરકેદ કર્યા.
કોંગ્રેસ-એનએસયુઆઈ આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિરોધ કરનાર હોવાથી પોલિસે આ પગલુ લીધુ..
મોરબી: આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોરબી આવી રહયા છે તો તેમના નિષ્ફળતાના કારણોનેે લઈને મોરબી એન.એસ.યુ.આઈ ના આગેવાનો મુખ્યમંત્રીનો કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરનાર હોવાથી પોલીસ દ્વારા પગલા લેવામા આવ્યા છે.
આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોરબી આવી રહ્યા છે ત્યારે તેમની સરકારની નિષ્ફળતા અને લોકોને પરેશાની કરતા નિર્ણયો કારણે લોકો અને યુવાનો હેરાન પરેશાન થઈ રહ્યા છે તે બાબતે નીચેના મુદ્દે એનએસયુઆઈ મોરબી મુખ્યમંત્રીને કાળા વાવટા બતાવી ને વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કયો છે.
✍દરેક સરકારી ભરતી પ્રક્રિયામાં કોઈ ને કોઈ કારણોસર યુવાનો ને હેરાન પરેશાન કરવામાં આવે છે.
✍ખેડૂતોને પાક વીમો મળેલ નથી તે બાબતે….
✍ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી તેમની ઘોર મશ્કરી કરી…
✍બેરોજગાર યુવાનોને રોજગારી મળેલ નથી…
✍નોકરી-ધંધામાં લોકોને નુકસાન થઈ રહ્યું છે…
NSUIઍ આ વિરોધ પ્રદર્શન કરવાનું જાહેર કરતાં મોરબી પોલીસે દ્વારા ગત રાત્રે મોરબી જીલ્લા NSUI પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા , રોનક પારેખ, હસમુખભાઈ કાસુન્દ્રા, હસુભાઈ માકાસણા , શક્તિપાળસિંહ ચુડાસમા , પિયુષ પટેલ સહિતના યુવા નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…