Placeholder canvas

વાંકાનેર: શેખરડી ગામ વીજળી પડતા ભેંસનું મોત…

વાંકાનેર: આજે સાંજના વાંકાનેર પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે સારો એવો વરસાદ પડી ગયો, બે-ચાર વખત એવા મોટા કડાકા થયા હતા કે કયાંક વીજળી પડી એવું લોકો માનવા લાગ્યા હતા. તેવામાં સાંજના સાત વાગ્યાની આસપાસ કપ્તાન ન્યૂઝમાં માહિતી મળી કે વાંકાનેર તાલુકાના શેખડી ગામે વીજળી પડી છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના શેરડી ગામે આજે સાંજ નો વરસાદ શરૂ થયો તે દરમીંયાન ગામના કોળી સમાજના મધ્યમવર્ગી ખેડૂત ઉકાભાઈ તરસીભાઈ ધોળકીયાની એક દૂધજણી ભેંસ ઉપર વીજળી પડતા ભેંસનું મોત થયું છે. આમ આ ધોળકિયા પરિવાર પર વીજળી પડવાની સાથે આફત આવી પડી છે. તેમના આ પશુ ના મરણ થી મોટી આર્થિક નુકસાની આવી છે.

આ વર્ષનો પહેલો વરસાદ છે શેખરડીના ઉકાભાઇ માટે મુસીબત બની ને વરસી ગયો અને આ મધ્યમ વર્ગીય પરિવાર ને મોટું આર્થિક નુકસાન કરી ગયો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો