Placeholder canvas

મુકો લાબસીના આંધણ: વાંકાનેર પંથકમાં અડધાથી કરીને અઢી ઇંચ સુધી વરસાદ…

વાંકાનેર: મૂકો લાબસીના આંધણ કેમકે… આજે સાંજના લગભગ ચાર વાગ્યાની આસપાસ વાંકાનેર પંથકમાં મેઘ સવારી આવી પહોંચી હતી. ભારે પવન અને ગાજવીજ સાથે શરૂઆતમાં ધીમે ધીમે બાદ મુશળધાર વરસાદ પડયો હતો મળેલ વાવળ મુજબ વાંકાનેર પંથકમાં અડધાથી અઢી ઈંચ સુધી વરસાદ પડી ગયો છે.

આ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયો છે, આજે સવારથી ભારે ગરમી અને બફારા હતો અને એવામાં જ સાંજના વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઇ હતી અને ગમે ત્યારે વરસાદ આવી પડે તેવું લાગતું હતું તેવામાં સાંજે ચાર વાગ્યે વરસાદ શરૂ થયો હતો જેથી ખેડૂતમાં ખુશી જોવા મળી રહી છે અને ભારે બફારા વચ્ચે લોકોને ગરમીમાં રાહત મળી છે.

આજનો વરસાદ વાંકાનેર પંથકમાં હોવાની માહિતી મળી છે, તીથવા ગામ થી મળેલી માહિતી મુજબ ત્યાં વડસર બાજુના વાડી વિસ્તારમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો છે, પીપરડીમાં પણ લગભગ દોઢ ઇંચ જેટલો એન્ડ રાતીદેવળીમાં પણ એકાદ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે મહીંકામાં બે થી અઢી ઇંચ વરસાદ પડી ગયો છે. ભલગામમાં, ભેરડામાં પણ સારો વરસાદ છે, અરણીટીંબા, પીપળીયા રાજમાં.પણ સારો વરસાદ પડયો છે. આમ લગભગ સમગ્ર વાંકાનેર તાલુકામાં અડધાથી કરી અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો