Placeholder canvas

વાંકાનેર: ક્યાં કેટલો પડ્યો વરસાદ ? જુવો વિડિયો…

વાંકાનેર: આજે સાંજના લગભગ ચાર વાગ્યાની આસપાસ વાંકાનેર પંથકમાં મેઘ સવારી આવી પહોંચી હતી. ભારે પવન અને ગાજવીજ સાથે શરૂઆતમાં ધીમે ધીમે બાદ મુશળધાર વરસાદ પડયો હતો મળેલ વાવળ મુજબ વાંકાનેર પંથકમાં અડધાથી અઢી ઈંચ સુધી વરસાદ પડી ગયો છે.

આ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયો છે, આજે સવારથી ભારે ગરમી અને બફારા હતો અને એવામાં જ સાંજના વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઇ હતી અને ગમે ત્યારે વરસાદ આવી પડે તેવું લાગતું હતું તેવામાં સાંજે ચાર વાગ્યે વરસાદ શરૂ થયો હતો જેથી ખેડૂતમાં ખુશી જોવા મળી રહી છે અને ભારે બફારા વચ્ચે લોકોને ગરમીમાં રાહત મળી છે.

વાંકાનેર તાલુકાના શેખરડી ગામે વીજળી પડી હતી અને ત્યાં એકનું ભેંસનું મોત થયું છે.

જુવો વરસાદનો વીડિયો….

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો