વાંકાનેર : પરણીતા પુત્રી સાથે દવા લેવા ગઈ તે ગઈ…!

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજવડલા ગામે રહેતી પરણીતા પોતાના ઘરેથી વાંકાનેર દવા લેવા જવાનું કહીને તેની પુત્રી સાથે ગુમ થઈ ગઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાજવડલા ગામે રહેતી શમીમબેન ઉર્ફે છોટી મુસ્તકભાઈ ઉ.વ.23 નામની પરણીતા તેના આગલા ઘરની ત્રણ વર્ષની દીકરી સમાયાને લઈને ગતતા.16 ઓગસ્ટના રોજ ઘરેથી વાંકાનેર દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી.બાદમાં તેણીના પરિવારજનોએ સગા સંબંધીઓએ શોધખોળ કરી હતી.પણ બન્નેનો આજદિન સુધી પતો ન લાગતા તેના પતિ મુસ્તકભાઈ આમદભાઈએ આજે વાંકાનેર પોલીસમાં ગુમસુદા નોધાવી હતી.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બન્ને માતા પુત્રીની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો