વાંકાનર : જૂની માથાકૂટ મામલે વેપારીને માર માર્યો
વાંકાનેર : વાંકાનેરના વીસીપરા મેઈન રોડ પર દુકાન ધરાવતા વેપારીને અગાઉની માથાકૂટનો ખાર રાખીને એક શખ્સે પ્લાસ્ટિકના પાઈપથી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા આ બનાવ સંદર્ભે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ મારામારીના બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના વીસીપરા વિસ્તારના મેઈન રોડ પર શંકરના મંદિર પાસે દુકાન ધરાવતા કાનજીભાઈ દેવજીભાઈ ધરોડીયા ઉ.વ.76 નામના વેપારીએ શૈલેષભાઇ ભરતભાઇ કોળી સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીને અગાઉ ફરિયાદીની દુકાન પાસે સાહેદ રણજીતભાઈ સાથે ઝઘડો થયો હોય તે બનાવ સમયે ફરિયાદી પણ તેમની સાથે હોવાની શંકા રાખી ગઈકાલે આરોપી તેમની દુકાન પાસે આવીને ગાળો બોલીને વેપારીને પ્લાસ્ટિકના પાઈપથી માર માર્યો હતો.આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.