Placeholder canvas

હળવદ:સરંભડામાં લોક મેળો યોજાયો

ભક્તિ સંગમ : સરંભડા ગામે નાગદેવતાના મંદિરે વિશેષ પુજા અર્ચના કરીને ગ્રામજનોએ સરંભડિયા દાદાના મંદિરે ધજા ચડાવી

હળવદ : શ્રાવણ સુદ એટલે નાગ પંચમી તરીકે ઉજવાઇ છે આ દિવસે સમગ્ર રાજ્યના લોકો નાગદાદાનું પૂજન-અર્ચન કરી નાગ પંચમીની ઉજવણી કરે છે ત્યારે હળવદ ના સરંભડા ગામે પણ આ તહેવારની ઉજવણી ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે

હળવદ તાલુકાના સરંભડા ગામે આવેલ શ્રી સરંભડિયાદાદાના મંદિર ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા નાગ પંચમીના દિવસે વહેલી સવારના દાદાના મંદિર પર ધજા ચડાવી પૂજન-અર્ચન કરે છે સાથે જ ગામ ની દરેક મહિલાઓ ખાસ કરીને આ દિવસે નાગ દેવતાની પૂજા કરી ઉપવાસ કરે છે સાથે જ બાજરી નો લોટ,ગોળ,ઘી નાખીને કુલેર બનાવવામાં આવે છે જે પાણિયારા પર નાગદેવતાનું કંકુથી ચિત્ર દોરી ઘીનો દીવો કરી વંદન કરે છે અને શ્રીફળ વધેરી પુજા કરે છે. નાગ પંચમી ના દિવસે સરંભડા ગામે યોજાતા લોકમેળામાં આજુબાજુના મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાતા હોય છે સાથે જ આજે નાગ પંચમીના દિવસે સરંભડા ખાતે આવેલ છે દાદાના મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.

🛎🛎🛎🛎🛎🛎🛎

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો