Placeholder canvas

વૈજ્ઞાનિક ડો.જે.જે.રાવલ મોરબીની ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કુલની શુભેચ્છા મુલાકાતે

By Mustak Sumra -Morbi

મોરબી : તા. 3 માર્ચ 2020 ના રોજ નામાંકિત વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કુલ મોરબીની મુલાકાત લીધી હતી. વિજ્ઞાનને એક વિષય તરીકે નહીં પરંતુ સ્કિલ સેટ તરીકે જોતી ગ્રીન વેલી સ્કુલ સમયાંતરે વિજ્ઞાન એટલે કે વિ+જ્ઞાન -વિશિષ્ટ જ્ઞાનનું બાળકોમાં સિંચન થાય અને તેમની જિજ્ઞાશા વૃતિ વૃદ્ધિ પામે, વૈજ્ઞાનિક કૌશલ્યો ખીલે એવા અભિગમથી કાર્ય કરે છે. આ સંદભે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને મેનેજમેન્ટ માટે નેહરૂ પ્લેનેટોરિયમના વડા અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વૈજ્ઞાનિક તરીકેની નામનાં ધરાવતા વેજ્ઞાનિક ડો. જે. જે. રાવલ સાહેબ શાળાની 2 દિવસીય મુલાકાતે આવ્યા હતા.

બે દિવસે પુર્વે તેઓ સંસ્થાના સંચાલકો અને એજ્યુકેશન ડાયરેક્ટર સાથે શિક્ષણમાં વિજ્ઞાનની અભિમુખતા તથા વિશ્વ શિક્ષણ બાબતે ચર્ચા કરી હતી, જે દિશામાં નક્કર પગલાં ભરી ગ્રીન વેલી મોરબીના બાળકો માટે વિશિસ્ટ કાર્ય કરશે તેવી નેમ, સંસ્થા વતી વિનોદ ખાંડીવાર સાહેબ, ચેરમેન એ લીધી હતી. દ્વિતીય દિવસે, રાવલ સાહેબે શિક્ષકોને સંબોધ્યા હતા અને તેમની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી. ત્યાર બાદ રાવલ સાહેબ વિધ્યાર્થીઓ અને વાલીઓને બ્રહ્માડની સફરે લઈ ગયા હતા અને પોતાના અનુભવો પરથી વિધ્યાર્થી જીવનમાં તથા કારકિર્દીમાં સફળતા કેમ હાંસલ કરવી તે વિષયે માર્ગદર્શિત કર્યા હતા. આટલા વિદ્વાન, સિનિયર, નામાંકિત તેમજ અતિ સરળ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ, કે જે આપણાં સમાજનું ગૌરવ છે તેવા, ડો. જે. જે. રાવલ સાહેબ ગ્રીન વેલીના વિધ્યાર્થીઓ માટે પોતાનો અમૂલ્ય સમય ફાળવી બે દિવસ પોતાના જ્ઞાનનો લાભ આપ્યો એ બદલ શાળાના સંચાલકો ધન્યતા અનુભવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો