લ્યો,હવે અમદાવાદમાં પણ લાગ્યા ‘ગોળી મારો…નાં નારાં’,
દિલ્હીમાં ગોળી મારોનાં નારા લગાવ્યા બાદ હવે આ નારાં અમદાવાદમાં પણ ગુંજતા થયા છે. અમદાવાદમાં સીએએનાં સમર્થનમાં નીકળેલી રેલીમાં સામેલ લોકોમાંથી કેટલાકે ગોળી મારોનાં નારાં લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થોડા દિવસ પહેલાં જ દરિયાપુરને શાહીનબાગ બનાવવાના મેસેજ વાઈરલ થયા હતા. તો ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં અડધી રાત્રે આઝાદીનાં નારાં લાગે છે.
CAAને લઈ હવે અમદાવાદમાં પણ સતત તંગદિલીભર્યું વાતાવરણ સર્જાઈ તેવાં માહોલ રચાતો હોવાનું દેખાઈ આવ્યું છે. આજે અમદાવાદના ઈન્કમટેક્ષ સર્કલથી કલેક્ટર કચેરી સુધી સીએએના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કરણી સેના અને હિન્દુ સંગઠનો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દિલ્હી ચૂંટણીમાં ભાજપના કેન્દ્રીય મંત્રી અનુરાગ મંત્રી અનુરાગ ઠાકુરે લગાવેલાં દેશ કે ગદ્દારો કો ગોલી મારો….નાં નારાં ગુંજ્યા હતા. આ રેલીમાં કરણી સેનાના અગ્રણી રાજ શેખાવતે જણાવ્યું કે, શાહીનબાગમાં બેસનારા દેશદ્રોહી છે. સરકાર તેમને નહીં ખસેડે તો અમે ખદેડીશું.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગોળી મારોનાં નારાં ગુંજતાં ચકચાર મચી જવા પામી હતી. થોડા દિવસ પહેલાં જ અમદાવાદનાં દરિયાપુરને શાહીનબાગ બનાવવાના પોસ્ટર વાઈરલ થયા બાદ પોલીસ તરત એક્શનમાં આવી ગઈ હતી. અને તાત્કાલિક દરિયાપુરમાં પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ સંભાળી હતી. તો બીજી બાજુ ગૃહમાં પણ પ્રદિપસિંહ જાડેજાએ એક પ્રશ્નનાં સવાલમાં જણાવ્યું હતું કે, સીએએનાં વિરોધીઓ દ્વારા અમદાવાદમાં અડધી રાત્રે આઝાદીનાં નારાં લાગતાં હોવાનું જણાવ્યું હતું.