Placeholder canvas

સરકારનો સંકેત:ઓક્ટોબર સુધી દેશભરમાં નહીં ખુલે સ્કૂલો

કોરોના વાઇરસની મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર મહિના સુધી સ્કૂલોને ખોલવામાં નહીં આવે તેવી શક્યતાઓ છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સ્વાસ્થ્ય નિષ્ણાંતોની સાથે ચર્ચા કર્યા બાદ સ્કૂલોને ઓક્ટોબર સુધી નહીં ખોલવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જોકે આ અંગે સરકાર કે મંત્રાલય દ્વારા કોઇ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું.

સાથે જ મંત્રાલયે ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવાને પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો છે. સ્કૂલો દ્વારા ઓનલાઇન ક્લાસ લગાવવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને તેની સાથે જોડવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા છે. મંત્રાલયે આ પહેલા સ્કૂલો ઓગસ્ટ મહિના સુધીમાં ખોલી નાખવામાં આવે તેવા સંકેતો આપ્યા હતા.

સરકારે આપ્યા આ સંકેત

હાલ દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય કેટલાક રાજ્યોમાં કોરોના વાઇરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. આ સિૃથતિ વચ્ચે હવે મંત્રાલયે ઓક્ટોબર મહિના સુધી સ્કૂલો નહીં ખોલવામાં આવે તેવા સંકેતો આપ્યા છે.

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાના રિપોર્ટ છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ ન થાય અને તેઓને યોગ્ય રીતે ઓનલાઇન શિક્ષણ પણ મળતું રહે તે દિશામાં પણ પ્રયાસો થઇ રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો