Placeholder canvas

મોરબી જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે બે દિવસ શાળા બંધ રહેશે

બીપરજોય વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના છ જીલ્લામાં જ્યાં અસર થવાની સંભાવના છે જેમાં મોરબી જીલ્લાનો પણ સમાવેશ થાય છે ત્યારે મોરબી જીલ્લામાં બે દિવસ શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના આચાર્યને બે દિવસ શાળામાં રજા રાખવા જાણ કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઈને વિદ્યાર્થીઓની સલામતી માટે બે દિવસ શાળા બંધ રહેશે તા. ૧૪ અને ૧૫ જુન બે દિવસ વિદ્યાર્થીઓ માટે શાળામાં રજા રાખવાની રહેશે.

શાળાના આચાર્ય, તમામ શિક્ષકોએ હેડ ક્વાર્ટર પર ફરજીયાત હાજરી આપવાની રહેશે તેમજ વહીવટી તંત્ર સાથે સંકલન કરી કામગીરી બજાવવાની રહેશે આ સમયગાળા દરમિયાન કોઈપણ કર્મચારીની રજા મંજુર કરવાની રહેશે નહિ તેમ જણાવ્યું છે

આ સમાચારને શેર કરો