Placeholder canvas

હવે સ્કૂલ ફી ભરવા તૈયાર રહો, હાઇકોર્ટે ગુજરાત સરકારનો ઠરાવ ગેરલાયક ઠેરવ્યો !!

ગુજરાતમાં સ્કૂલ ફી મામલે આજે હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. જેમાં સ્કૂલ સંચાલકોને રાહત તો વાલીઓ માટે ખરાબ સમાચાર છે. ઓનલાઇન શિક્ષણ અને ફી મામલે રાજ્ય સરકાર તેમજ વાલીઓને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારે ફી મુદ્દે જાહેર કરેલો પરિપત્ર રદ્દ કરવાનો આદેશ કર્યો છે. સાથે જ હાઇકોર્ટે શાળા સંચાલકોને શિક્ષણ ચાલુ રાખવાનો પણ આદેશ કર્યો છે. જો કે સરકારે જાહેર કરેલા પરિપત્રમાં બાકીના મુદ્દાઓ યથાવત રહેશે.

વાલીઓની સમસ્યા અને શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી

સરકારના પરિપત્ર સામે થયેલી અરજી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ છે. જે દરમ્યાન કોર્ટે જણાવ્યું કે સરકાર વાસ્તવિક શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. કોર્ટે કહ્યું કે વાલીઓની સમસ્યા અને શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે અમે શાળા સંચાલકો સાથે સંવાદ કર્યો પરંતુ શાળા સંચાલકો કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે તૈયાર નહોતા. જેની સામે કોર્ટે કહ્યું કે અમે આ મુદ્દે શાળા સંચાલકોને પણ જરૂરી નિર્દેશ આપીશું. આગામી દિવસોમાં હાઇકોર્ટ દ્વારા વિગતવાર હુકમ જાહેર કરવામાં આવશે. સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત હોવાની સંચાલકોની રજૂઆતના પગલે ગુજરાત હોઈકોર્ટે અવલોકન કર્યું હતું.

રાજ્ય સરકારનો પરિપત્ર હાઈકોર્ટે રદ કર્યો

કોર્ટે કહ્યું શાળા સંચાલકો પણ અમારી સામે છે જ એમનો કેસ લઈને અમે જરૂરી નિર્દેશ આપીશુ. ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર હાઇકોર્ટે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકી મુદ્દાઓ કોર્ટ યથાવત રાખશે. વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે. કોર્ટે શાળા સંચાલકોને કહ્યું છે કે, ભણાવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું.

સ્કૂલ શરૂ ના થાય ત્યાં સુધી ફી ના લેવી તેવો નિર્ણય ગુજરાત સરકાર ના કરી શકે

સ્કૂલ શરૂ ના થાય ત્યાં સુધી ફી ના લેવી તેવો નિર્ણય ગુજરાત સરકાર ના કરી શકે. આવો ઠરાવ પણ સરકાર ના કરી શકે. કોર્ટે જણાવ્યું છે કે, સરકાર સાથે સ્કૂલ સંચાલકો ચર્ચા કરી વચગાળાનો ઉકેલ શોધે. કોર્ટે આ સાથે સ્કૂલ સંચાલકોને ચીમકી આપી છે કે સ્કૂલો શિક્ષણને બંધ ના કરે. સરકારે રજૂ કરેલા પરિપત્રના બાકીના મામલાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. હવે એ જોવાનું છે કે આ મામલે સરકાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે કે નહીં.

સરકારને આજે હાઈકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. રાજ્ય સરકારના પરિપત્રમાંથી ફી નો મામલો ઉડાડી દેતાં હવે વાલીઓએ ફી ભરવાની તૈયારી રાખવી પડશે. હાઈકોર્ટે આ મામલે સરકારને લપડાક આપી છે પણ ઓનલાઈન અભ્યાસક્રમ કરાવનાર સ્કૂલો હવે ફી માગશે એ નક્કી છે. આ બાબતે વાલી મંડળ શું નિર્ણય લે એ પર પણ મોટો આધાર છે. સ્કૂલ સંચાલક મંડળે હાઈકોર્ટમાં કરેલી પીટિશનમાં તેમની મોટી જીત થઈ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો