મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોવીડ ૧૯ લેબોરેટરી ચાલુ કરવાની માંગ
કોંગ્રેસ અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી…
મોરબી શહેરમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોવીડ ૧૯ લેબોરેટરી ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી હોસ્પિટલ એ ગ્રેડમાં આવે છે અને જીલ્લાના પાંચ તાલુકા સામેલ છે હાલ મોરબીમાં કોરોના કહેર છે અને લોકોમાં ભયનો માહોલ છે કોરોનાને પગલે ધંધા રોજગાર પર માઠી અસર પડી છે લોકો પરેશાન છે તેવા સંજોગોમાં કોરોના ટેસ્ટ માટે રાજકોટ, જામનગર અને અમદાવાદ પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલ માં જવું પડે છે જેથી મુશ્કેલીઓ વધે છે.જેથી મોરબીમાં પીએમ ફંડ અથવા સીએમ ફંડમાંથી કોરોના લેબોરેટરી અને કોરોના ટેસ્ટીંગની કાર્યવાહી કરી સકાય તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે જો એકાદ સપ્તાહમાં કોરોના ટેસ્ટીંગ લેબ ચાલુ ના થાય તો નાછૂટકે જનતાના હિત માટે સરકારી હોસ્પિટલના ગેટ પાસે પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે.