વાંકાનેર: કોટડા નાયાણીમાં ખેતરમાં ઢોર ચરાવવા મામલે યુવાન ઉપર હુમલો
વાંકાનેર : વાંકાનેરના કોટડા નાયાણી ગામે ખેતરમાં ગાય-ભેંસ ચરાવવા મામલે યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે શખ્સોએ લાકડી વડે માર માર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર દિલીપભાઇ નાથાભાઇ સોલંકી (ઉ.વ. ૪૦ રહે. કોટડા નાયાણી, વાંકાનેર) એ આરોપીઓ હરજીભાઇ લાખાભાઇ ભરવાડ તથા મુન્નાભાઇ છગનભાઇ ભરવાડ (રહે. બન્ને કોટડા નાયાણી વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૯ ના રોજ કોટડા નાયાણી ગામની સીમમાં આરોપીઓની ગાયો –ભેંસો ફરીયાદીના ખેતરમાં આવતા તે બાબતે ફરીયાદીએ આરોપીઓને ઠપકો દેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી લાકડીઓ વડે જમણા હાથ પર તથા ગરદન પર પાછળ તથા છાતી પર તથા ડાબા કાન પર માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.