Placeholder canvas

આજથી ‘ટાબરીયાઓની’ પરીક્ષા ચાલુ : 9મી નવેમ્બરથી દીવાળી વેકેશન…

આજથી ધોરણ ત્રણ થી પાંચ ના ટાબરીયાઓની પરીક્ષા ચાલુ થાય છે, જોકે તેમની સાથે ધોરણ 5 થી 9 સુધીના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા શરૂ થઈ રહી છે. પરીક્ષાનું ટેન્શન કાંઈ આ નાના નાના ટાબરીયાઓ ને થોડું જ હોય, બસ તેવો તો પરીક્ષાની રાહ જોતા હોય છે કેમકે જલ્દી પરીક્ષા આવે તો જલ્દી વેકેશન પડે…!!!

સંત્રાત પરીક્ષા પૂરી થયા બાદ આગામી 9મી નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થશે, જે 30મી નવેમ્બરે પૂરું થશે અને સ્ફુલ ફરી પાછી ખુલશે… તો હવે ટાબરીયાઓ થેલ્લા ભરીને તૈયાર રહેજો અને નવમી નવેમ્બરે વહેલાસર મામાના ઘરે પહોંચી જજો… બસ 21 દિવસ સુધી કરજો મોજ પણ હા જોજો ધમાલ ન કરતા જેનાથી મામી કે તમારી મમ્મી તમારાથી હાથ જોડી જાય…

આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2023-2024 માટે કેલેન્ડર તો વહેલું જાહેર કરી દીધું છે. શિક્ષણ બોર્ડ દ્વારા દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન અને બોર્ડની પરીક્ષા સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નવું શિક્ષણ સત્ર 5 જૂનથી શરૂ થશે અને 8 નવેમ્બર સુધી ચાલશે. એટલે કે પ્રથમ સેમેસ્ટરમાં 124 દિવસનો અભ્યાસ કરવાનો રહેશે.ત્યારે 9મી નવેમ્બરથી 21 દિવસની દિવાળીની રજા શરૂ થશે. ત્યારબાદ બીજું સત્ર 30 નવેમ્બરથી શરૂ થશે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજા મળશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 11મી માર્ચથી 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. તે 28 માર્ચે સમાપ્ત થશે. ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેથી પ્રથમ સત્રની પરીક્ષા 3જી ઓક્ટોબર 2024થી લેવામાં આવશે.

આ સમાચારને શેર કરો