Placeholder canvas

તીથવા એસ.બી.આઇ.એ સી.એસ.આર. એકિટવીટી હેઠળ તિથવા પી.એચ.સી.ને મેડીકલ સાધન ભેટ આપ્યા.

વાંકાનેર:તીથવા એસ.બી.આઇ.એ સી.એસ.આર. એકિટવીટી હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તીથવાને મેડીકલ સાધન સામગ્રીની ફાળવણી કરી હતી.

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ખાતે ડીલેવરી ટેબલ નંગ-૧, વોરર્મર મશીન નંગ-૧ તથા હોસ્પીટલ બેડ નંગ – ૪ ની જરુરીયાત હતી તે સંદર્ભે એસ.બી.આઇ સી.એસ.આર. એકિટવીટી અંતર્ગત તેમના એડમીન ઓફીસ રાજકોટ દ્રારા આ તમામ સાધનની તેના મારફત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ભેટ સ્વરુપે આપેલ છે. એસ.બી.આઇ.ના મેનેજર હર્ષ દલાલ, યોગેશ તાવડી વાલા (ડેપ્યુટી મેનેજર,એડમીન ઓફિસ, રાજકોટ.)નું ડો. રિદ્ધિ મંગે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તથા આર.બી.એસ.કે.ડો.રવીરાજ મકવાણા ,ડો.મહેજબીન વકાલીયા દ્વારાના અભિવાદન કરવામાં આવ્યુ હતું.

એસ.બી.આઇ.ના સી.એસ.આર. હેડ ઓફીસર દ્રારા ડીલેવરીને લગત સાધન સામગ્રીનો બહોળો ઉપયોગ થાય તેવા સુચના કર્યું હતું.. કાર્યક્રમના અંતમાં સંજયભાઈ અજાણા સુપરવાઈઝર તથા સાહિલ પીલુડિયા એફ.એ. દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો