વાંકાનેર મકરસંક્રાંતિ એટલે બસ સવારે દસ વાગ્ય ે આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે અગાસીઓ પર યુવાનો મોજ થી પતંગ ચગાવતા હશે કોઈ વધુ મોજીલા યુવાનો પપ્પુડા વગાડતા હશે એ કાઈપો છે નો શોર બધે જ સંભળાશે…
છેલ્લા એકાદ અઠવાડિયા થી પતંગને દોરાથી ઇજા થઈ મોત થયું ના સમાચારો અખબારમાં અને વેદ પોર્ટલમાં સતત વાંચવા મળી રહ્યા છે ત્યારે આજે આ પતંગ ઉત્સવ માં આપણે કોઈને ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખવી અને આપણે પણ સલામત રહીએ અને બીજાને પણ સલામત રહેવા દઈએ એ વાતને અનુસરીએ…
આજે પતંગ ઉત્સવ પંખીઓ માટે લટકતી તલવાર સમાન બની રહે છે કેટલાય પંખીઓ દોરા ના કારણે ભોગ લેવાય છે કેટલાક પંખીઓ દોરાની ગુચ માં ગૂંચવાઈ જાય છે કેટલાક ઇજાગ્રસ્તો થાય છે જો આજે કંઈ પણ કોઈ પંખી દોરામાં સલવાયેલું લટકતું જોવા મળે કે ઇજાગસ જોવા મળે તો વાંકાનેર વન વિભાગે જાહેર કરેલ નીચેના કોઈપણ નંબર ને જાણ કરી પંખી બચાવવામાં યોગદાન આપી જીવદયાનું કામ કરી પુણ્ય કમાશો…