લોધીકા તાલુકા ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડની પ્રથમ વાર્ષિક સાધારણ સભા મળી.
ભારત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા ખેતીને પ્રોત્સાહન આપવા માટે FPO યોજના હેઠળ લોધીકા તાલુકા ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ નવા FPOની રચના કરવામાં આવી. કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભા અને શેર સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમમાં ડો. વલ્લભભાઈ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં લોધીકા તાલુકાના 500 થી વધુ ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. FPO દ્વારા ઓછી કિંમતે ખેતી માટેના જરૂરી ઓજારો ઉપલબ્ધ બને, ખાતર, જંતુનાશક દવાઓ ઓછા ખર્ચે ઉપલબ્ધ મળે, અને પાકનું ઉત્પાદન થયા પછી તેની સારી કિંમત મળે, તેવા હેતુ સાથે આ FPO કાર્યરત છે. ડો.કથીરિયાએ FPO સૂચારુ રીતે ચલાવવા અને પ્રોગેસ કરવા ખેડૂતોના હિતમાં જણાવ્યુ કે ખેડૂતોને FPO દ્વારા સરકારી ગ્રાન્ટ, સબસિડી, સરકારી યોજનાઓનો લાભ મળે અને ખેડૂતોની આવક બમણી થાય તેવા પ્રયત્નો આ FPO દ્વારા કરવામાં આવે.
ખેડૂતોને સમૃદ્ધ બનાવવા અને જમીનને ઝેર વિહોણી કરવા માટે સજીવ ખેતીમાં વધારો કરવા ખેડૂતોને આગ્રહ કર્યો તેમજ ઘેર ઘેર ભારતીય કુળની દેશી ગાયો પાળવનાઓ પણ આગ્રહ કરવામાં આવ્યો. જેથી સ્વસ્થ સમાજ બની શકે. અંતમાં ડો.કથીરિયાએ FPO ના આયોજક શ્રી કૃષ્ણરાજ સિંહ જાડેજા અને ભરતભાઈ ભૂવાની ટીમને અભિનંદન અને અંત:કરણથી શુભેચ્છાઑ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ખેતીવાડી, બાગાયત , નાબાર્ડ તથા જિલ્લાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.