Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ગુજરાતી ભવનના વડા ધારદાર કવિતા લખવા બદલ સસ્પેન્ડ..!!

રાજકોટની આત્મીય કોલેજના ત્યાગ વલ્લભદાસ સ્વામી અને ટ્રસ્ટીઓ સહિત ચાર લોકો સામે થયેલી 33 કરોડથી વધુની છેતરપિંડી કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડાનું પણ નામ સામે આવતાની સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના વડા મનોજ જોષીએ કોઈ જ સીધા નામનો ઉલ્લેખ કર્યા વિના ધારદાર કટાક્ષ કરતી કવિતા લખી હતી. જે વાઇરલ થતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેઓને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો હતો, જેનો જવાબ ન મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ગુજરાતી ભવનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ ડૉ. મનોજ હરીલાલ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કોડ ઓફ કન્ડક્ટના ભંગ બદલ તેમની વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જે ખાતાકીય તપાસની કાર્યવાહી કરવાના ભાગરૂપે તાત્કાલિક અસરથી ડૉ. મનોજ હરીલાલ જોશીને તાત્કાલિક ધોરણે સસ્પેન્શન હેઠળ મુકવામાં આવ્યા છે અને કુલપતિની પરવાનગી વગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં તેમનો પ્રવેશ ગેરકાયદેસર અને અનઅધિકૃત ગણવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો