Placeholder canvas

માતાનું તમાકુંનું વ્યસન બાળક માટે ઘાતક સાબિત થયું…

યુવક હોય કે યુવતી કોઈ પણ વ્યસન કરે તો તેનું પરિણામ સારું આવતું નથી. આજનો નશો કાલે નુકસાન કરે જ છે, જેનો એક ચોંકાવનારો કેસ મહેસાણાની એક 30 વર્ષની મહિલામાં જોવા મળ્યો છે. મહિલાએ બાળકને જન્મ તો આપ્યો પણ બાળકનો રંગ વાદળી કલરનો જોવા મળ્યો હતો. જન્મતાની સાથે જ બાળક ન રડ્યું કે ન શ્વાસ લઈ શકતું. જો કે, બાળકનું હૃદય ચાલુ હતું. આ સ્થિતિ જોતા ડોક્ટરો પણ મૂંઝાયા અને અંતે બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું.જો કે સ્થિતિ ના સુધરતા તેને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

ડોક્ટરે જ્યારે બાળકની માતાનો રિપોર્ટ કર્યો તો જાણવા મળ્યું કે, તેને તમાકુંનું વ્યસન હતું, જેના કારણે બાળકની આવી સ્થિતિ થઈ છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે સામાન્ય માણસ કરતા 20 ગણું નિકોટીન આ બાળકમાં પ્રસરી ગયું હતું. જો કે, ડોક્ટરે સારવાર કરતા બાળકની સ્થિતિ સામાન્ય થઈ છે.

આ સમાચારને શેર કરો