સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા તા. 25 જૂનથી પીજીની સેમ-2 અને 4ની પરીક્ષા : 20 સેન્ટરો પર બેઠક વ્યવસ્થા
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા અનુસ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમો (પીજી)ની પરીક્ષા આગામી તા. 25 જૂનથી લેવામાં આવશે. જેમાં સેમ-4નાં પેપર સવારનાં અને સેમ-2નાં પેપર બપોરનાં સેશનમાં લેવાશે.
તેની સાથે સ્નાતક કક્ષાની પરીક્ષાનાં સેમ-6નાં જે પેપર બાકી છે તે પરીક્ષા પણ તા. 25થી લેવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિ. ખાતે પરીક્ષા સંદર્ભે મળેલ બેઠકમાં લેવાયેલ છે. અનુસ્નાતક કક્ષાની પરીક્ષા 10 દિવસમાં જ પૂર્ણ કરી દેવાશે.
અનુસ્નાતક કક્ષાની પરીક્ષા આ વખતે જિલ્લા મથકોની સાથે તાલુકા કક્ષાના કેટલાક સેન્ટરો પરથી લેવાશે. કુલ 20 કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવાશે. જેમાં અનુસ્નાતક કક્ષાની સેમ-2ની પરીક્ષાના ફોર્મ સ્વીકારવાનું યુનિ. દ્વારા આવતીકાલથી જ શરુ કરી દેવામાં આવનાર છે.
આ ઉપરાંત જે તે ફેકલ્ટીની પ્રેકટીકલ અને વાયવા પરીક્ષા તા. 25-6થી તા. 10-7 દરમિયાન આયોજિત કરાશે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીના પગલે સ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમોમાં સેમ-2 અને 4ના વિદ્યાર્થીઓને પ્રોરેટા સીસ્ટમનો લાભ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ આપવામાં આવનાર છે પરંતુ પ્રોરેટા નહીં સ્વીકારનાર વિદ્યાર્થીઓને પરીક્ષાનો વિકલ્પ અપાશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…