ધ્રાંગધ્રામાં કોરોનાની એન્ટ્રી : સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ છ કેસ
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રામાં કોરોનાની એન્ટ્રી સાથે ઝાલાવાડમાં કોરોનાના વધુ છ કેસ આવતા ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ જિલ્લાનો આંકડો 30 થઇ ગયો છે તો ભાવનગર અને બોટાદમાં વધુ એક એક પોઝીટીવ કેસ નોંધાતા સંક્રમણ ચાલુ રહ્યું છે. અમરેલી અને કચ્છમાં પણ નવા કેસ ચાલુ રહ્યા છે.
સુરેન્દ્રનગરમાં આજે વહેલી સવારે ફરી એક વખત કોરોના સંક્રમણનો બોંબ ફૂટતાં પામ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં છ પોઝિટિવ કેસ સામે આવ્યા છે ત્યારે લોકોમાં એક પ્રકારની ચિંતાનો વિષય છે લઈ જવા પામ્યો છે તેને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માં 2 ચુડામાં 2 અને પાટડી થી તાલુકામાં એક કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ સામે આવવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે તાલુકાઓમાં કોરોના ની એન્ટ્રી ન હતી તે તાલુકાઓમાં પણ છેલ્લા પંદર દિવસમાં કોરોના વાયરસ ની એન્ટ્રી થવા માંડી છે.
આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ઈસરાળા ગામ વસવાટ કરતા મગજી ભાઈ ગમારા ઉંમર વર્ષ 55 નો રિપોર્ટ આજે વહેલી સવારે પોઝિટિવ આવ્યો છે ત્યારે બીજી તરફ ધાંગધ્રા તાલુકાના જેગાડા ગામના મીનાબેન રાઠોડ ઉમર વર્ષ પચ્ચીસ નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે . ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢમાં રહેતા અક્ષય સિંહ ઝાલા ઉંમર વર્ષ 24 નો રિપોર્ટ પણ આજે વહેલી સવારે પોઝિટિવ આવ્યો છે. ચુડા તાલુકાના બલાડા ગામમાં વસવાટ કરતા દક્ષાબેન મનોજભાઈ સોલંકીને આજે વહેલી સવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આ પામ્યો છે ત્યારે આ ગામમાં વસવાટ કરતા ઈશ્વરભાઈ પટેલ ઉંમર 28 નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા સમગ્ર ગામમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
પાટડીના અખીયાળી ગામ ના કરણભાઈ વિઠલાપરા ઉંમર 19 નો રિપોર્ટ પણ પોઝિટિવ આવવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એક જ દિવસમાં છ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં 27 કેસો નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ 30 સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે જેમાંથી ચાર લોકો સાજા થઈને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યો છે ત્યારે હજુ પણ 26 લોકો સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે. તેમ અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ ફારૂક ચૌહાણના યાદીમાં જણાવાયું છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…