skip to content

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પરીક્ષા વિભાગની પૂછપરછ માટે ટોલ ફ્રી નંબરની હેલ્પ લાઇન શરૂ

વિદ્યાર્થીઓ માઇગ્રેશન, પરીક્ષા ફોર્મ પૂનમુલ્યાંકન સહિતની બાબતો અંગે માહિતી મેળવી શકાશે.

રાજકોટ તા.26: સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પરીક્ષા વિભાગની પૂછપરછ અને તેને આનુસંગીક માર્ગ દર્શન મેળવવા માટે ખાસ ટોલ ફ્રી નંબરની હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ લાઇનના ટોલ ફ્રી નંબર (0281) 6167800 / 616701 રાખવામાં આવેલ છે. જેના પર વિદ્યાર્થીઓના આનુસંગીક પ્રશ્ર્નો ટુંકા સમયમાં નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

પરીક્ષા વિભાગના સામાન્યત: વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોમાં કામચલાઉ યોગ્યતા પ્રમાણપત્ર, માઇગ્રેશન પ્રમાણપત્ર, પરીક્ષા ફોર્મની તારીખો, વિકલાંગો માટે રાઇટરના નિયમો, કોલેજ ટ્રાન્સફર, ટ્રાન્સક્રીપ્ટ પ્રમાણપત્ર, ડબલ્યુ ઇએસના ફોર્મ, ગુણપત્રકોનું વેરીફીકેશન, ભાષા અંગેનું પ્રમાણપત્ર, રેન્ક સર્ટીફિકેટ, પુન:મુલ્યાંકન, આરટીઆઇ અંતર્ગતની માહિતી, ડુપ્લીકેટ ગુણપત્રકો, પદવી પ્રમાણપત્ર, કામચલાઉ પદવી પ્રમાણપત્ર, ડુપ્લીકેટ પદવી પ્રમાણપત્ર, પદવી પ્રમાણપત્રમાં ભૂલને સુધારવી ગુણપત્રકોમાં ભૂલને સુધારવી વગેરે બાબતોની માહિતીની જાણકારી પૂરી પાડવામાં આવશે તેમ પરીક્ષા નિયામકની યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો