Placeholder canvas

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બે દિવસ બંધ પણ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મંગળવારે ચાલુ.!

કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર 2 ટકા TDSની જોગવાઈ કરી છે. આ કાયદાની હજી સુધી કોઈ માહિતી વેપારીઓને નહી આપતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે.

TDSના નવા નિયમોને લઇને રાજ્યભરના માર્કેટ યાર્ડમાં વિરોધનો વંટોળ સર્જાયો છે. ઊંઝા બાદ હવે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડે પણ બે દિવસ બંધ પાળવાની જાહેરાત કરી છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ સોમ-મંગળવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ જો યોગ્ય ઉકેલ નહીં આવે તો વધુ બંધ પાળવાની તૈયારી દાખવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યભરમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં 1 કરોડની રોકડ ઉપાડ પર 2 ટકા ટીડીએસ કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણયનો માર્કેટિંગ યાર્ડ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ આ વિરોધ અંતર્ગત બે દિવસ બંધ પાળશે. માર્કેટ યાર્ડના વેપારીઓએ સરકારને વિનંતી કરી કે ટીડીએસ કપાતમાંથી માર્કેટ યાર્ડને બાદ કરવા જોઇએ.

કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર 2 ટકા TDSની જોગવાઈ કરી છે. આ કાયદાની હજી સુધી કોઈ માહિતી વેપારીઓને નહી આપતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે. સરકાર દ્વારા વેપારીઓને જ્યાં સુધી આ કાયદાની યોગ્ય માહિતી નહિ પહોંચાડે ત્યાં સુધી વેપારીઓ 1 સપ્ટેમબરથી પોતાના ધંધા રોજગારની અળગા રહેશે. જ્યા સુધી તેમને આ કાયદાની સંપૂર્ણ માહિતી ન આપવામાં આવે ત્યાં સુધી તેવો નિર્ણય ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિયેશનની જનરલ સભામાં લેવામાં આવ્યો હતો.
એશિયામાં સૌથી મોટું માર્કેટયાર્ડ ગણાતા ઊંઝા માર્કેડ યાર્ડના વેપારીઓ TDSના નવા નિયમોને લઇને મુંઝવણમાં છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાના રોકડ ઉપાડ ઉપર 2 ટકા ટીડીએસ લગાવવામાં આવતા કાયદાની માહિતી નહીં આપે તો આગામી 1 સપ્ટેમ્બરથી રોજગારથી અળગા રહેશે.

વાંકાનેર

આ બાબતે વાંકાનેર દલાલ અને વેપારી એશિયનની મીટીંગ હજુ સુધી મળી નથી અને કોઈ નિર્ણય લેવાયો નથી. આધારભૂત વર્તુળમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના ખેડૂતો હેરાન ન થાય તે માટે જે ખેડૂતોનો માલ યાર્ડમાં આવી ગયો છે તેમજ અગાઉથી જાણ કરેલ ન હોવાથી મંગળવારે સંભવિત આવનાર માલના નિકાલ માટે મંગળવારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ રાબેતાબ મુજબ ચાલુ રહશે. મંગળવારે મિટિંગ કરીને જો આ લડત આગળ ચાલે તેમ હોય તો તેમા તમામ યાર્ડની સાથે વાંકાનેર ના દલાલ અને વેપારી એસોસીએશન પણ જોડાઈ શકે છે. આમ છતાં કોઈ ખેડૂતે યાર્ડ માં માલ લઇ જવાનો હોય તો apmc નો સંપર્ક કરી લેવો.

🏵🏵🏵🏵🏵🏵🏵🏵

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો