કાલથી બેન્કમાં નવા નિયમ: કયારે લાગશે 2% TDS જાણવા વાંચો.

આવતીકાલથી કેશની લેવડદેવડમાં બેન્કો નવા નિયમ લાવી રહી છે, જેમાં હવેથી મોદી સરકારના આદેશ મુજબ એક ચોક્કસ સીમાથી વધુ કેશ કાઢવા પર બે ટકા TDS કાપવામાં આવશે. એનો મતલબ એ થયો કે કોઈ પણ વ્યક્તિ એક કરોડથી વધુ રૂપિયાની ધનરાશિ પોતાની બેન્ક, પોસ્ટ ઑફિસ અથવા કૉપરેટિવ બેન્ક્સમાંથી ઉપાડશે તેમના પર બે ટકા TDS લગાડવામાં આવશે. સરકારનું કહેવું છે કે કેશલેસ ઈકોનોમી અને મોટી રકમની લેનદેન પર રોક લગાવવા માટે સરકાર આ પગલું ભરી રહી છે.

સરકારનું માનવું છે કે આ નિયમ પછી કાળાનાણાંની લેવડ દેવડ પર પણ ઘણી રોક લાગી જશે અને લોકોએ ફરજિયાત ઓનલાઈન ટ્રાન્જેક્શન્સ પર ધ્યાન આપવું પડશે. જોકે આ નિયમ સરકારી કચેરીઓ, સરકારના ટ્રાન્જેક્શન્સ, બેંકિંગ કંપની, બેંકિંગમાં લાગેલી સહકારી સમીતિઓ, પોસ્ટઑફિસ કે એટીએમ ચલાવતી કંપનીઓ પર લાગુ નહીં પડે. કારણ કે આ સંસ્થાઓએ તેમના વ્યવસાયને કારણે રોજ તોતિંગ રકમોના ટ્રાન્જેક્શન્સ કરવા પડતા હોય છે.

તમને જણાવી દઈએ કે લોકસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં નાણામંત્રીએ કહ્યું હતું કે 2017-18માં 448 કંપનીઓ એવી રહી, જેમણે 5.56 લાખ કરોડ રૂપિતાની રાશિનો ઉપાડ કર્યો છે. આ જ કારણે સરકારે બેંન્કોના ખાતામાં વર્ષમાં કરોડ રૂપિયાથી વધુનો ઉપાડ કરનારા વ્યક્તિઓ કે કંપનીઓ પર આ ટેક્સ લાદવાનું નક્કી કર્યું છે, જેથી સરકારને આવક થઈ શકે.

આ સિવાય પણ નાણાં મંત્રાલયે એક બીજા નિયમને પણ લાગુ પાડ્યો છે, જે હેઠળ કોઈક વ્યક્તિ કોઈ ઠેકેદાર અથવા પ્રોફેશનલ વ્યક્તિને એક વર્ષમાં 50 લાખ રૂપિયાની ચૂકવણી કરે છે તો એના પર તેણે 5 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે જે લોકો ઘર બનાવતા હશે કે જેપો લગ્નનું આયોજન કરી રહ્યા હશે એમને આ નિયમની અસર થઈ શકે છે.

🥌🥌🥌🥌🥌🥌🥌🥌

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો