મોરબી જીલ્લા આમ આદમી સંગઠનમા સંજય જયંતિભાઈ ભટાસણાની ઉપપ્રમુખ તરીકે વરણી.

જમીની સવાલો સાથે બાથભિડતા યુવા આગેવાનને ચૌમેરથી શુભેચ્છા

By જયેશ ભટાસણા -ટંકારા
ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય રીતે સંગઠન મજબૂત કરી રહી છે ત્યારે મોરબી જિલ્લા સંગઠનમાં યુવા ચેહરો અને ખ્યાતનામ સંજય ભટાસણાને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

સંજયભાઈ ધણા વર્ષોથી ફિલ્ડ ક્ષેત્રે જોડાયેલા છે સમાજના પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન માટે કાયમી કામ કરતા સંજયભાઈ એ વધુ મજબુત બની લોક સેવા માટે જોડાવાની ખાત્રી આપી જીલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપરીયા, ગોપાલ ઈટાલિયા, ઈશુંદાન ગઢવી સહિતના નેતા અને કાર્યકર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચારને શેર કરો