Placeholder canvas

ચંદ્રપુર ગ્રામ પંચાયતની વોર્ડ નંબર 4 ની ચૂંટણી લડતા સંજરભાઈ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 પરથી સંજરભાઈ ચૂંટણી લડી રહ્યા છે. આ પૂર્વેની ટર્મમાં પણ આ વોર્ડનું પ્રતિનિધિત્વ તેમના પરિવારના સભ્ય કરતા હતા.

તેઓએ પાંચ વર્ષમાં માત્ર પોતાના વોર્ડમાં જ નહીં પણ સમગ્ર ચંદ્રપુર ગામનો વિકાસ થાય તે માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. આજે તેઓ એ કરેલા કામોને આધારે વોર્ડ નંબર 4 માં લોકો સમક્ષ મતો માંગવા માટે જઈ રહ્યા છે. ત્યારે આ વોર્ડના મતદારો તેમને આવકારી રહ્યા છે.

ગત ટર્મમાં આ વોર્ડ મહિલા અનામત હોય જેથી યાકુબભાઈ સંજરના માતા આવર્ડ પરથી ઉમેદવારી કરી હતી અને લોકોએ તેમના ઉપર વિશ્વાસ મૂકીને તેઓને ચૂંટયા હતા. જ્યારે આ વખતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માં યાકુબભાઈ સંજરના પિતા ઉસ્માનભાઈ શેરસીયા ટેબલના નિશાન સાથે ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આ સંજર પરિવારે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામોને આધારે લોકો તેમને મત આપવાની ખાતરી આપી રહ્યા છે.

અમારી સાથે યાકુબભાઈ સંજરે વાત કરતાં જણાવ્યું હતું કે અમોને વોર્ડ નંબર 4 માથી ખૂબ સારો આવકાર મળી રહ્યો છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા પિતાને આવોર્ડના મતદારો સન્માનજનક જીત આપીને આ વોર્ડ સાથે ગામના સારા વિકાસના કામ કરવાની જવાબદારી સોંપશે.

આ વોર્ડનું પ્રતિનિધિત્વ અમારી પાસે આવ્યા બાદ અમો આ વોર્ડનો અને સંપૂર્ણ ગામના વિકાસમાં પૂરતું યોગદાન આપીશું અને વધુ સારા કામ કરવાની અમારી કોશિશ રહેશે… છેલ્લે તો મતદાર જ રાજા

આ સમાચારને શેર કરો