Placeholder canvas

સાનિયા મીરઝાનું નિવૃત્તીનું એલાન, દુબઈમાં રમાનારી ચેમ્પિયનશિપ તેના કરિયરની અંતિમ ટૂર્નામેન્ટ

સાનિયા મિર્ઝાએ પ્રોફેશનલ ટેનિસ કેરિયરને અલવિદા કહેવાનો નિર્ણય કરી દીધો છે. ભારતીય ટેનીસ સ્ટાર અંતિમ વાર ટેનિસ કોર્ટમાં આગામી મહિને દુબઈમાં જોવા મળશે. ત્યારબાદ હવે તે ટેનિસ કરિયરથી સંન્યાસ લઈ રહી છે. તેણે આ અંગે પુષ્ટી કરતા પોતાની અંતિમ ટૂર્નામેન્ટ અંગે કહ્યુ હતુ. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથેનુ સાનિયા મિર્ઝાનુ લગ્ન જીવન ભંગાણના આરે છે, એવા સમાચારો વચ્ચે તેણે રમતથી નિવૃત્તી લેવાનુ એલાન કર્યુ છે. સાનિયાએ ઈજાને લઈ આ નિર્ણય કર્યો છે. ભારતીય ટેનિસ સ્ટારે કરિયરમાં વુમન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં 6 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે.

છેલ્લા કેટલાક સમયથી 36 વર્ષીય સાનિયા મિર્ઝા ઈજાને લઈ પરેશાન હતી. તેને કોણીમાં ઈજાને લઈ સમસ્યા સર્જાઈ હતી. આ કારણથી તે યુએસ ઓપનથી બહાર થઈ હતી. જેને કારણે વર્ષ 2022 તેનુ જલ્દી સમાપ્ત થઈ ગયુ હતુ. તે ગત વર્ષે જ રિટાયરમેન્ટની યોજના બનાવી ચૂકી હતી. પરંતુ હવે તેણે આખરે પોતાની અંતિમ ટૂર્નામેન્ટ અંગે બતાવી દીધુ છે.

દુબઈમાં કહેશે ટેનિસને અલવિદા…
હૈદરાબાદની સાનિયા મિર્ઝા દુબઈમાં સ્થાયી થઈ છે. તે લાંબા સમયથી દુબઈમાં રહે છે અને તે અમિરાતમાં જ ટેનિસને અલવિદા કહેવાની યોજના બનાવી ચુકી છે. ફેબ્રુઆરીમાં દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ દરમિયાન નિવૃત્તી લેશે. આ ટૂર્નામેન્ટની શરુઆત 19 ફેબ્રુઆરીથી થનારી છે. જ્યા WT 1000 ઈવેન્ટ યોજાશે. જેમાં ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના ફેન્સ સામે અંતિમ વાર ટેનિસ કોર્ટમાં રમતી જોવા મળશે. જોકે આ પહેલા સાનિયા ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમતી જોવા મળશે. તે કઝાકિસ્તાનની અન્ના ડેનિલિના સાથે મળીને પ્રતિસ્પર્ધા કરતી જોવા મળશે.

નિવૃત્તિનું કારણ…
સાનિયા મિર્ઝાએ કહ્યુ હતુ કે, મે ગત વર્ષે જ ડબલ્યુટીએ ફાઈનલ્સ બાદ સંન્યાસ લેવાનો પ્લાન કર્યો હતો. પરંતુ જમણા એલ્બોમાં ઈજાને લઈ યુએસ ઓપન અને બાકીની ટૂર્નામેન્ટથી નામ પરત લેવુ પડ્યુ હતુ. હું પોતાની શરતો પર જીવનારી માણસ છું. આ જ કારણ છે કે મેં ઈજાને લઈ બહાર થવા નહોતી ઈચ્છતી. હવે હું ટ્રેનિંગ લઈ રહી છું. આ જ કારણ પણ છે કે, દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ બાદ મારો રિટાયર થવાનો પ્લાન છે.

આ સમાચારને શેર કરો