Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુર ગામ ખાતે બધીર બાળકો અને તેમના વાલીઓ માટે સેમિનાર યોજાયો.

“ઓરજેટ ફાઉન્ડેશન” સંસ્થા બધિરોને શિક્ષણ આપી તેમનું ધડતર કરવા આગળ આવી છે.

વાંકાનેર: તાજેતરમાં વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે બધિર (બહેરા-મૂંગા) અને તેમના વાલીઓ માટેનો એક સેમિનાર યોજાયો હતો. તેઓ મુખ્ય વકતા એજાઝ પરસારાએ બધિર વ્યકિતઓને બધીર સંતાનોના ઉછેર અને તેમને મળતા લાભોની માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. એજાઝ પરસારા પોતે બધિર વ્યકિત છે, તેઓએ B.A. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ બધીર માટે કામ કરી રહ્યા છે. તેઓ સાઇનિંગ લેંગ્વેઝ અને બધીરોને ખૂબ ઉપયોગી માર્ગદર્શન માટે સમગ્ર દેશભરના સેમિનાર, વર્કશોપ કરી રહયા છે. તેવો વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના છે.

તેઓ “ઓરજેટ ફાઉન્ડેશન” સંસ્થાના લીડર છે તેઓના બાળપણના અનુભવે બધિરોની લગતી સમસ્યાઓ વાકેફ છે. બધિર બાળકોના માતા-પિતાને બધિર બાબતે જાણકારી હોતી નથી તેથી તેઓએ ગામડાં-શહેરોમાં ફરીને બધિરોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન ચાલુ કરેલ છે. તેમની સાથે ઇન્ટરપ્રિટર પણ હોય છે.

આ જાગૃતિ ફેલાવવાનું કારણ એ છે કી જ્યારે સંતાન બધિર તરીકે જન્મે ત્યારે માતા-પિતા ખૂબ મૂંઝવણ અનુભવતાં હોય છે કે બધિર બાળકને ઉછેર કેવી રીતે કરવો જોઇએ ? જેને પોતાની માતૃભાષા હોય છે તે પ્રમાણે બધિરોની ISL (ઇન્ડિન સાઇન લેંગ્વેજ)ની ભાષા પણ હોય છે જો બધિર બાળકો થોડું ધણું બોલી – સાંભળી શકતું હોય તો તે પણ ચાલુ રાખી શકે પરંતુ તેમના વિકાસ અને શિક્ષણ માટે સાઇન લેંગ્વેજ (ઇશારાની ભાષા)ની જરૂર પડવાની છે જેમના ઘ્વારા બધિરોએ શૈક્ષણિક કારર્કિદી ઝડપથી આગળ વધી શકે તેમ છે.

“ઓરજેટ ફાઉન્ડેશન” સંસ્થાના સ્થાપક સર્વેશ જૈન અને મેનેજિંગ ડાયરેકટર મનન શાહ જેઓ બંને બધિર છે. કોરોના કાળ દરમ્યાન લોકડાઉન વખતે આ સંસ્થાએ નાના બધિર બાળકોની ચિંતા થઇ હતી અને વિચાર વિમર્શને અંતે ઝૂમ લાઇવ વિડીયો (ઓનલાઇન કલાસ) ધ્વારા ૫ થી ૧૫ વર્ષના બાળકોને શિક્ષણ આપવાનો આરંભ કર્યો હતો. દેશભરમાંથી સારો પ્રતિભાવ મળતાં હાલ વધુ સંખ્યામાં બધિર બાળકો જોઇન થયાં અને હોંશપૂર્વક ઝૂમ ઓનલાઇન વિડીયો કલાસ વડે શિક્ષણ મેળવી રહયા છે હવે અલગ અલગ જગ્યાએ પર શરૂ કરવાની યોજના છે. આ સંસ્થા પાસે સંસાધનો છે જેમાં ગામડે જઇને બધિરોને શિક્ષણ આપવાનો, ઓનલાઇન ધ્વારા શિક્ષણ અને વર્કશોપ

આ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય (નોર્મલ) બાળકો શાળામાં, કુટુંબમાં અને કોચીંગ કલાસમાંથી શિક્ષણ અને જાણકારીઓ મેળવે છે પરંતુ બધિર બાળકો શાળામાંથી સામાન્ય શિક્ષણ મેળવે ત્યાર પછી વધારાના શિક્ષણ (જ્ઞાન) ઉપલબ્ધ હોતું નથી એટલે આ સંસ્થાએ તેમનું ધડતર કરવા આગળ આવી છે.

ઈન્સ્ટાગામમાં વિડીયો જુવો માટે નીચેની લિંક પર ક્લિક કરો….. https://www.instagram.com/reel/CnGunPZqAeK/?igshid=OGQ2MjdiOTE=

ફેસબુકમાં વિડીયો જુવો માટે નીચેની લિંક પર ક્લિક કરો….. https://fb.watch/hUS7ADeu-e/

આ સમાચારને શેર કરો