Placeholder canvas

સજનપર પ્રાથમીક શાળાના બે શિક્ષકોની “પ્રતિભાશાળી શિક્ષક” તરીકે પસંદગી

ટંકારા: 77 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને ‘પ્રતિભાશાળી શિક્ષક” તરીકે બિરદાવવામાં આવે છે, જેમાં શ્રી સજનપર પ્રા. શાળામાં છેલ્લા 6 વર્ષથી બાળકોના શિક્ષણની સાથે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ કરાવી બાળકોના વિકાસમાં શ્રેષ્ઠ ફાળો આપેલ છે એવા દેત્રોજા ભારતીબેન પંચાણભાઈ ને જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમયે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાના હસ્તે પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મળેલ છે.

એ જ રીતે મોટા દહીંસરા તાલુકા શાળામાં છેલ્લા 10 વર્ષથી તાલુકા શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા અને સાથે સાથે બાળકોના શિક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા તેમજ વિવિધ સહભ્યાસીક પ્રવૃત્તિઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી હાલમાં શ્રી સજનપર પ્રા. શાળા મા ફરજ બજાવતા આદેસણા રેખાબેન કુમનદાસ ને માળિયા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો