Placeholder canvas

છેલ્લા ચાર મહિનામાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી 82 કરોડની વીજ ચોરી પકડાઈ…!!!

સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા ચાર મહિનામાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અલગ અલગ ટીમ દ્વારા રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર, ભૂજ, અંજાર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચેકીંગ દરમ્યાન ગેરરિતિ પકડાય હતી અને રૂ।.82.06 કરોડની પાવર ચોરી પકડી પાડવામાં આવી હતી.વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવતાસભર વીજ પુરવઠો પુરો પાડી શકાય

સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં એપ્રિલ-2023 થી જુલાઈ 2023 દરમ્યાન કુલ 139719 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતાં. જેમાંથી કુલ 27254 વીજ જોડાણોમાં વીજ ચોરીના પુરવાણી બીલો આપવામાં આવ્યા હતાં.અંદાજે રૂ।.82.06 કરોડ થવા પામેલ છે.સૌથી વધુ વિજ ચોરી ભાવનગરમાંથી પકડાયઈ છે. જેમાં 13129 વિજ ચેકીંગ દરમ્યાન 3763 વીજ ચોરી પકડાઈ હતી.અને 15.08 લાખની ચોરી પકડાઈ હતી.ત્યારબાદ સુરેન્દ્રનગર માંથી 90 લાખ રાજકોટ ગ્રામ્ય માંથી 74 લાખની વીજચોરી પકડાય હતી.

આ સમાચારને શેર કરો