Placeholder canvas

સહારા રિફંડ માટે રોકાણકારે બેન્ક ખાતા સાથે આધાર જોડવુ પડશે…

સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલનો ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગઈકાલે સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે રોકાણકારોએ રિફંડ માટે બે જરૂરી બાબતોનુ ધ્યાન રાખવુ પડશે.

તેમણે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા માટે આધારકાર્ડ મોબાઈલ લીંક કરવાનો અને આધાર રજીસ્ટે્રશન અને બેન્ક ખાતાને આધાર સાથે જોડવાનું છે. જેમાં રિફંડ જમા કરવાનું છે.પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સંયુકત સેવા કેન્દ્ર જમાકર્તાઓની મદદ કરશે.

શું છે પ્રક્રિયા?
gttps//mocre Fund crcs.gov.in પોર્ટલનાં હોમ પેજ પર જમાકર્તા રજીસ્ટ્રેશન કલીક કરે.
આધાર નંબર અને જોડાયેલા મોબાઈલ નંબર લખો, મોબાઈલ પર આવેલ ઓટીપી નાંખીને રજીસ્ટ્રેશન કરો.
► લોગીન કરી આધાર નંબર અને મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખો.
► નિયમ-શર્તો પર સહમત છું પર કિલક કરી જાણકારી નાખો
► જમા પ્રમાણપત્રની નકલની સાથે દાવા અનુરોધ ફોર્મ ભરો.
► સહકારી સમિતિનું નામ, સદસ્યતા નંબર, જમા રકમની જાણકારી આપી, લોન રિફંડની જાણકારી આપો.
► દાવા રકમ 50 હજારથી વધુ હોય તો પાન નંબર આપવો પડશે
► ચકાસણી બાદ દાવા ફોર્મ ડાઉનલોડ કરો, નવો ફોટો લગાવી હસ્તાક્ષર કર્યા બાદ દાવા ફોર્મ અપલોડ કરો.
► અપલોડ થવા પર મોબાઈલ પર મેસેજ આવશે.
► દાવાને સહારાની સહકારી સમિતિઓ 30 દિવસમાં વેરીફાઈ કરશે. સરકારી અધિકારી તેના પર તેની કાર્યવાહી કરશે.
► દાવો મંજુર થવા પર રકમ બેન્ક ખાતામાં જમા કરાશે.

આ સમાચારને શેર કરો