Placeholder canvas

કચ્છના ખેડૂતે રૂપાલાને કર્યો ફોન: ભાષણથી કદાચ ભાજપ ચાલતુ હશે, ભાવવધારાથી ખેડૂત ખેતી નહીં કરી શકે:ઓડિયો વાઇરલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ભાજપના નેતાઓએ ખેડૂતોને ખાતરના ભાવ નહીં વધે તેવા વચનો આપ્યા હતાં. પરંતુ આ વચન ખોટા પડતા અને ખાતરના ભાવ વધતા કચ્છના નખત્રાણાના સાવન ઠક્કર નામના ખેડૂતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ખાતરના ભાવ વધારા અંગે સવાલ કર્યા અને હવે અમારે કોને કહેવું તે પુછ્યું. પરંતુ, રૂપાલાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. ખેડૂત અને મંત્રી વચ્ચે થયેલી વાતચીતના અંશ.

રૂપાલાઃ હલ્લો
ખેડૂતઃ પુરુષોત્તમ રૂપાલા સાહેબ વાત કરો છો?
રૂપાલાઃ હા જી
ખેડૂતઃ સાહેબ હું નખત્રાણાથી સાવન ઠક્કર વાત કરું છું. સાહેબ હું પોતે ખેડૂત છું. જ્યારે ચૂંટણી હતી ત્યારે તમે નખત્રાણા આવ્યા હતા ત્યારે તમારા ઈન્ટરવ્યૂ મેં સાંભળ્યા હતા. તમે કહેતા હતા કે, ખાતરમાં ભાવ વધારા પર કૉંગ્રેસ રાજકારણ કરે છે, ખાતરમાં કોઈ ભાવ વધારો થયો નથી. સાહેબ ખાતરમાં તો ભાવ વધારો લાગું પડી ગયો. સાહેબ ચૂંટણી માટે જ ભાવ વધારો બાકી રાખ્યો હતો ને, ચૂંટણી પછી તો ભાવ વધારો લાગુ પડી ગયો.
રૂપાલાઃ હા જી

ખેડૂતઃ સાહેબ હવે કોને વાત કરવી?, તમે કેંદ્રમાં મત્રી છો તો તમને જ વાત કરીએને.
રૂપાલા: હા હા મને જ કરવાનો ને, હું ક્યાં ના પાડું છું.
ખેડૂત: આ ભાવ વધારો તો લાગું પડી ગયો હવે અમારે ક્યાં જવું?, ત્યારે તો તમે, મનસુખ માંડવિયા, આરસી ફળદુ કહેતા હતા કેકે કોઈજ પ્રકારનો ભાવ વધારો લાગુ નહીં પડે, આ કૉંગ્રેસ રાજકારણ રમી રહી છે. ગુજરાતમાં કૉંગ્રેસ ક્યાંય ના આવી, બધે ભાજપ છવાઈ ગયું, હવે્ અત્યારે ભાવ વધારો લાગુ પડ્યો તો ખેડૂત કોની પાસે જશે?
ખેડૂતઃ તમે આપો સલાહ, ખેડૂત કોની પાસે જશે હવે?
રૂપાલાઃ ભલે

ખેડૂતઃ શું કરીએ તમે કહો સાહેબ, ભલેથી તો નહીં ચાલે ને, ભાષણથી કદાચ ભાજપ ચાલતુ હશે, ભાવ વધારાથી ખેડૂત ખેતી નહીં કરી શકે.
રૂપાલાઃ હા બોલો
ખેડૂતઃ સાહેબ કંઈક સલાહ આપો, તમારા ભાષણ તો ઘણા સાંભળ્યા, અત્યારે ખેડૂતને જરુર છે કે, આ ભાવ વધી ગયા તો તમે શું કહેવા માંગો છો.
ખેડૂતઃ તમારી પાસે કંઈ કહેવાનો જવાબ ના હોય તો ફોન રાખી દવ.

સાંભળો આ ઓડિયો…

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો