Placeholder canvas

વાંકાનેર: હઝરત શાહબાવા(ર.અ.)ના ઉર્ષની ઉજવણી મોકૂફ

વાંકાનેર: હઝરત શાહબાવા (ર.અ)નો ઉર્ષ દર વર્ષે રમજાન ઈદના બીજા દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે શાહબાવાના ઉર્ષની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે.

દરગાહ કમિટિ તરફથી મળેલી માહિતી મુજબ આ વર્ષે કોરોના મહામારીના કારણે શાહબાવાનો ઉર્ષ મોકૂફ રાખવામાં આવેલ છે, જેથી દરગાહ પર વધુ લોકોની ભીડ જમા ન થાય અને કોરોનાનું સંક્રમણ ફેલાઈ નહીં. તે માટે ઉર્સ શરીફના તમામ કાર્યક્રમો મોકૂફ રાખેલ છે. જ્યારે ચંદલ કમિટીના સભ્યો અને અકીદતમંદોની હાજરીમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ ચડાવવામાં આવશે.

તેમજ આ વર્ષે આ શાહબાવાના ઉર્ષનો ફાળો કરવામાં આવશે નહીં, અને જો તમારે શાહબાવાના નામ પર આપવાનું હોય તો તમારી આસપાસમાં રહેલા કોઈ બીમાર વ્યક્તિને મદદ કરી દેજો. તેમજ દરગાહ કમિટીએ વધુમાં જણાવ્યું છે કે તમારી માનતા કે અન્ય રીતે શાહબાવાના નામ પર કંઈપણ આપવાનું હોય તો તે કોઈના હાથમાં ન આપો પરંતુ દરગાહમાં રાખવામાં આવેલી પેટીમાં નાખી દેજો, આ પેટીની રકમ શાહબાવાની દરગાહમાં જ વપરાય છે.

તેમજ ઈદના બીજા દિવસે શાહબાવાના ઉર્ષના દિવસે દરગાહ પર વધુ લોકોએ ન આવવું અને આ કોરોના મહામારીમાં સરકારની ગાઈડલાઈનને અનુસારવુ…

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો