અંતે 19મી ઓગસ્ટથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રીયાનો થશે પ્રારંભ

કોરોનાના ફૂંફાડાના પગલે પાંચ માસ વિલંબથી પ્રવેશ કાર્યવાહી : હવે 80 ટકા હાજરીવાળા બાળકોને સહાય

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અંતે આર.ટી.ઇ. અંતર્ગત ગરીબ બાળકોને ધો.1માં પ્રવેશ આપવાની પ્રક્રીયાનો આગામી તા. 19 ઓગષ્ટથી પ્રારંભ થનાર છે. કોરોના વાયરસના ફૂંફાડાના પગલે આ વર્ષે પાંચ માસ મોડી પ્રવેશ પ્રક્રીયા શરૂ થનાર છે. અત્ર્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આરટીઇ અંતર્ગત પ્રવેશ લેવા ઇચ્છતા બાળકોના વાલીઓને ઓનલાઇન પ્રવેશફોર્મ સબમીટ કરાયા બાદ તેના ડોકયુમેન્ટ નિયત કરાયેલા સેન્ટરો પર સબમીટ કરાવવા પડતા હતા. પરંતુ આ વખતે કોરોનાના કહેરના પગલે વાલીઓએ ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની સાથે ડોકયુમેન્ટ પણ ઓનલાઇન સબમીટ કરવા જણાવાયુ છે. તેમજ આ વખતથી વધુ બે કેટેગરી ઉમેરવામાં આવી છે. જેમાં આંગણવાડી બાળકો અને સિંગલ ગર્લ ચાઇલ્ડને અગ્રતાક્રમ આપવામાં આવેલ છે.

આરટીઇ પ્રવેશ પ્રક્રીયાના જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ બાળકોના વાલીઓએ તા. 7 થી 18 ઓગષ્ટ દરમિયાન આવકના દાખલા સહિતના ડોકયુમેન્ટ મેળવવાના રહેશે. ત્યારબાદ તા. 19 ઓગષ્ટથી આરટીઇ પોર્ટલ પર ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાનું શરૂ થશે. તા. 31 થી 7 સપ્ટેમ્બર સુધી જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી અને ત્યારપછી તા. 11 સપ્ટેમ્બરે પ્રવેશ પ્રક્રીયાનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે.

હવેથી આરટીઇ પ્રવેશ મેળવેલા બાળકો માટે 80 ટકા હાજરી ફરજિયાત કરાયેલ છે. જે બાળકોની 80 ટકા હાજરી થશે તેઓને સહાય મળશે. આરટીઇ પ્રવેશ ફોર્મ ભરવા માટે વિધાર્થીઓ જન્મનો દાખલો રહેઠાણનો પુરાવો (લાઇટબીલ, રેશનકાર્ડ) જાતીનું પ્રમાણપત્ર, બાળકોનો પાસપોર્ટ સાઇઝનો ફોટો આવકનો દાખલો વાલીનું આધારકાર્ડ ચૂંટણી અને બાળક તેમજ વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ સહિતના ડોકયુમેન્ટ તૈયાર રાખવા…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો