રાજકોટ: ગાળો બોલવાની ના પાડતા ભરવાડ યુવાનની છરી ઝીંકી હત્યા
રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. થોરાળા વિસ્તારમાં અઠવાડિયા પૂર્વે મુસ્લિમ અગ્રણી આરીફ ચાવડાની તેના જ પાડોશીઓએ હત્યા કરી હતી. ત્યારબાદ બે દિવસ પૂર્વે ગાંધીગ્રામ વિસ્તારમાં ઓનર કિલીંગની ઘટના સામે આવી હતી જેમાં દિકરીએ પ્રેમલગ્ન કરવાની હઠ પકડતા પિતાએ જ ધોકાના ઘા ઝીંકી પતાવી દીધી હતી.
આજે મોડીરાત્રે માર્કેટીંગ યાર્ડમાં આવેલી એક હોટલ પાસે ગાંઠીયાના પૈસા બાબતે માથાકૂટ કરી રવિ કાઠી સહિત પાંચેક શખ્સોએ ભરવાડ યુવાનને સમાધાન માટે માર્કેટીંગ યાર્ડ પાસે આવેલી એક હોટલ પાસે બોલાવી ઢીકાપાટુનો માર મારી છરી ઝીંકી દેતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવાને સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટ્યો હતો. જ્યારે સામા પક્ષે પણ ત્રણ વ્યક્તિ ઘવાતા સિવિલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે નાસભાગ મચી ગઇ હતી તેમજ બી ડીવીઝન પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો. મૃતકના ભાઈની ફરિયાદ પરથી પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ આદરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના માર્કેટીંગ યાર્ડની પાછળ મચ્છોનગર-3માં રહેતા દિનેશભાઈ હિરાભાઈ ફાંગલીયા (ઉ.36) નામના ભરવાડ યુવાન માર્કેટીંગ યાર્ડમાં હતો ત્યારે રવિ કાઠી તથા તેની સાથેનાં શખ્સોએ ઝઘડો કરી છરી ઝીંકતા પેટના ભાગે ગંભીર ઇજા થતાં સિવિલમાં ખસેડવામાં આવતાં દિનેશભાઈ ભરવાડનુંં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવમાં હત્યામાં પલટાતા બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. ઔસુરા, પીઆઈ રાઈટર રશ્મીનભાઈ પટેલ, અશ્વિનભાઈ રાઠોડ, ડી સ્ટાફ પીએસઆઈ એમ.એફ. ડામોર, વિરમભાઈ ધગલ સહિતનો સ્ટાફ સિવિલે પહોંચી ગયો હતો અને મૃતકના ભાઈ રામભાઈની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…