Placeholder canvas

2000ની નોટ બદલવાની તારીખ લંબાવાઈ…..

ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા તેને અન્ય નોટો સાથે બદલવાની તારીખ 7 ઓક્ટોબર સુધી લંબાવી છે.

RBIએ કહ્યું, ‘વિડ્રોલ પ્રોસેસનો નિર્ધારિત સમય સમાપ્ત થઈ ગયો છે. સમીક્ષાના આધારે, 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાની તારીખને 7 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અગાઉ, આ વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ એક સર્ક્યુલર જારી કરીને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવા માટે કહ્યું હતું.

આ સમાચારને શેર કરો