મોરબી એસઓજી અને હળવદના પીઆઈની બદલી
મોરબી : રાજ્યના 6 પીઆઈની બદલીના ઓર્ડર થયા છે. જેમાં મોરબી એસઓજી અને હળવદના પીઆઈનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીનગરના એક પીઆઈને મોરબી મુકવામાં આવ્યા છે.
રાજ્યના પોલીસ મહાનિરીક્ષક દ્વારા આજે રાજ્યના 6 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એસ.એન. સાટીની જામનગર જ્યારે હળવદમાં ફરજ બજાવતા પીઆઈ એમ આર સોલંકીની વડોદરા શહેર ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર સીઆઈડી ઈન્ટેલિજન્સમાં ફરજ બજાવતા પી.બી. ગઢવીની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.