Placeholder canvas

ટંકારાના નેકનામ ગામ પાસે ડમ્પરે રીક્ષાને અડફેટે લેતા અકસ્માત

ટંકારામાં નેકનામ ગામના પાદર પાસે બેકાબુ ગતિએ આવતા ડમ્પરે રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં નુકસાન થયું હતું. સમગ્ર મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

ટંકારાના નેકનામ ગામેં રહેતા ફરિયાદી તેજુભા નાયુભા ઝાલાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પર ચાલક ઇકબાલભાઇ નુરમામદભાઇ ગંધ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે તેઓ પોતાની સી.એન.જી. રીક્ષા GJ-10-T-8856ને નેકનામ ગામ ના પાદરમા હમીરભાઇ રબારીની પાનની કેબીન સામે ઊભા હતા. એ સમયે આરોપી ઇકબાલભાઇએ પોતાના હવાલા વાળું ડમ્પર GJ-36-V-7416 લઈને પૂરપાટ વેગે આવતા કેબિન પાસે પડેલી તેમની રીક્ષાને અડફેટે લીધી હતી. જેને પગલે અકસ્માત સર્જાયો હતો અને રીક્ષામાં ભારે નુકસાન થયું હતું.જે મામલે ટંકારા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો