Placeholder canvas

જાણો, વાંકાનેર વિધાનસભા બેઠકના ઉમેદવારનો ક્રમ અને નિશાન

ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પ્રથમ તબક્કાની દરેક બેઠકમાં આજે બપોરના ત્રણ વાગ્યે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે આ 89 બેઠક પર કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે? ઇવીએમમાં તેમનો ક્રમ કયો છે ? તેનું નિશાન શું છે? આ બધું જ આજે સ્પષ્ટ થઈ ગયું છે.

ત્યારે વાંકાનેર વિધાનસભા બેઠક પર ફોર્મ ચકાસણીના અંતે 17 ઉમેદવારો હતા જેમાંથી ચાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે 13 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આજે તેમનો ચૂંટણીના દિવસે ઈવીએમમાં આવનાર ક્રમ અને નિશાન પણ નક્કી થઈ ગયા છે. તો જાણો તમે જેમને મત આપવાના છો તેમનો ક્રમ કેટલામો છે? અને તેનું નિશાન શું છે ?

ક્રમ નંબર અને નિશાન સાથે ઉમેદવારોની યાદી…

૧) જીતેન્દ્ર કાંતીલાલ સોમાણી
પક્ષ:- ભારતીય જનતા પાર્ટી
નિશાન:- કમળ

૨) ભુપેન્દ્ર કનુભાઇ સાગઠીયા
પક્ષ:- બહુજન સમાજ પાર્ટી
નિશાન:- હાથી

૩) મહમદજાવીદ અબ્દુલમુતલીબ પીરઝાદા
પક્ષ:- ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ
નિશાન:- હાથ

૪) પ્રકાશ નારણભાઇ અજાડીયા
પક્ષ:- રાષ્ટ્રીય જનક્રાંતી પાર્ટી
નિશાન:- વાંસળી

૫) વિક્રમ વલ્લભભાઇ સોરાણી
પક્ષ:- આમ આદમી પાર્ટી
નિશાન:- ઝાડુ

૬) જીતેશભાઇ રૂપાભાઇ સાંતોલા
પક્ષ:- અપક્ષ
નિશાન:- એર કંડીશનર

૭) નરેન્દ્ર વિરાભાઇ દેંગડા
પક્ષ:- અપક્ષ
નિશાન:- પ્રેસર કુકર

૮) નવીનભાઇ અમૃતભાઇ વોરા
પક્ષ:- અપક્ષ
નિશાન:- હીરો

૯) મહેબુબભાઇ જમાલભાઇ પીપરવાડીયા
પક્ષ:- અપક્ષ
નિશાન:- સ્ટુલ

૧૦) મેરામભાઇ કરમણભાઇ વરૂ
પક્ષ:- અપક્ષ
નિશાન:- બેટ્સમેન

૧૧) રમેશભાઇ લવજીભાઇ ડાભી
પક્ષ:- અપક્ષ
નિશાન:- સીસીટીવી કેમેરો

૧૨) વલ્લભભાઇ કરશનભાઇ વાઘેલા
પક્ષ:- અપક્ષ
નિશાન:- કેમેરો

૧૩) હીનાબેન પ્રવિણભાઇ રૈયાણી
પક્ષ:- અપક્ષ
નિશાન:- ફ્રોક

આ સમાચારને શેર કરો