skip to content

વાંકાનેર: ગાયત્રી મંદિર દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ

વાંકાનેરમાં ગાયત્રી મંદિર દ્વારા રંગોળી સ્પર્ધા ટોટલ 2 વિભાગમા યોજાયેલ હતી. જેમાં 5થી 15 વર્ષની ઉમર અને 15 ઉપરના તેમ કેટેગરી હતી. તેમાં ટોટલ 26 સ્પર્ધકોએ ભાગ લીધેલ અને રંગબેરંગી નયનરમ્ય અને ઉત્સાહભેર રંગોળી બનાવી હતી. આ સ્પર્ધામા બંને વિભાગમાંથી 1થી 3 નંબર આપવામાં આવ્યા હતા અને દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.

જેમાં વિભાગ 1મા પ્રથમ નંબર માહિ વખારીયા, બીજો નંબર યુવરાજસિંહ ઝાલા, ત્રીજો નંબર જીલ પરમાર અને વિભાગ 2મા પ્રથમ નંબર નેહાબેન સોલંકી, બીજો નંબર આયુશી ખીરૈયા અને ત્રીજો નંબર ધ્રુવી સોલંકી એ પ્રાપ્ત કરેલ હતો.

આ સમગ્ર આયોજન ગાયત્રી પરિવાર વાંકાનેર દ્વારા કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામા ભાટી એન., શીતલબેન શાહ તથા કિશોરભાઈ ભટ્ટી નિર્ણાયક તરીકે રહેલ હતા. ઇનામ વિતરણ ગાયત્રી પરિવારના લોકો દ્વારા કરવામાં આવેલ હતું.

આ સમાચારને શેર કરો