સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ યંગ સાયન્ટિસના સૌરાષ્ટ્રના પ્રોજેક્ટ ચેરમેન તરીકે મેહુલ શાહની નિમણુંક

વાંકાનેર: સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ યંગ સાયન્ટિસના સૌરાષ્ટ્રના પ્રોજેક્ટ ચેરમેન તરીકે વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલના પ્રિન્સિપાલ અને અચીવર્સ એકેડમિના અધ્યક્ષ મેહુલ શાહની નિમણુંક કરવામાં આવી છે.

સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ યંગ સાયન્ટિસએ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયન્ટિસનો એક વિભાગ છે, જે વિદ્યાર્થીઓમાં સાયન્સ પ્રત્યે રુચિ વધે અને એ ક્ષેત્રમાં આગળ વધે તે માટેની કામગીરી કરી રહ્યું છે.

સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ યંગ સાયન્ટિસના સૌરાષ્ટ્ર જોનના ચેરમેન તરીકે વાંકાનેરના મેહુલ શાહની વરણી થતા સૌરાષ્ટ્ર ના વિદ્યાર્થીઓને તેમનો વિશેષ લાભ મળશે અને વિજ્ઞાનના ક્ષેત્રમાં નવી શોધ કરવાની દિશામાં આગળ વધી શકશે તેમજ આ ક્ષેત્ર વધુ વિકસિત થશે.

મેહુલ શાહની વરણી થતા કિડ્ઝલેન્ડ સ્કુલ સ્ટાફ, અચીવર્સ એકેડમિ સ્ટાફ અને તેમના મિત્રો સ્નેહીઓ અભિનંદન પાઠવી રહ્યા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો