Placeholder canvas

વાંકાનેર: ઘીયાવડમાંથી ઝડપાયેલ વિદેશી દારૂ પ્રકરણમાં બે આરોપીઓના આગોતરા જામીન મંજુર

વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે વિદેશી દારૂ પ્રકરણમાં બે આરોપીઓના આગોતરા જામીન મંજૂર કર્યા છે

ગત તા.૧૫-૦૮-૨૦૨૧ ના રોજ મોરબી એલ.સી.બી.એ રાજદીપસિંહ પ્રધ્યુંમનસિંહ ઝાલાને ઘીયાવાડ ગામની ખારા તરીકે ઓળખાતી સિમના ખરાબામા પોતે બનાવેલ પોતાના કબ્જા ભોગવટા વાળા વરંડામા ડાંગર ના પરાર નીચે ગે.કા. રીતે ભારતીય બનાવટ નો અંગ્રેજી દારૂનો જથ્થો ગે.કા. વેચાણ કરવાનાં ઇરાદે સંતાડીને રાખેલ હતો જે એલસીબીએ રેઇડ કરી ત્યાંથી મેગડોવેલ નંબર -૧ ૭૫૦ મિલિની બોટલો -૩૩૬ જેની એક બોટલ ની કિંમત રૂ.૩૭૫/- તથા નાઈટ બ્લુ મેટ્રો લીકર બોટલ -૫૮૮ જે એક બોટલ ની કિંમત રૂ.૩૦૦/- ઝડપી પાડી હતી.

આ ગુન્હામાં પકડાયેલ રાજદીપસિંહ પ્રધ્યુંમનસિંહ ઝાલા વિરૂધ્ધ પ્રોહી એક્ટ ની કલમ -૬૫(એ), ૬૫(ઈ), ૧૧૬-બી મુજબ ગુન્હો નોંધી તપાસ શરુ કરેલ જે તપાસ દરમ્યાન આરોપી રવિરાજ ગુણાભાઈ કુકડીયા તથા ભાવેશ નાથાભાઈ બાવળીયા નું નામ ખુલતા તેઓને પોલીસ ગે.કા. રિતે અટકાયત કરશે અને ખોટી રીતે હાલના ગુન્હામા સંડોવી દેશે તેવી દહેસત હોવાથી બંને આરોપીએ એડવોકેટ શીરાક્મુદીન એમ. શેરસીયા મારફત નામદાર સેસન્સ કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરેલ અને આગોતરા જામીન અરજીમાં આરોપી રવિરાજ ગુણાભાઈ કુકડીયા તથા ભાવેશ નાથાભાઈ બાવળીયાના એડવોકેટ એસ. એમ. શેરસીયા એ ધારદાર દલીલો કરેલ અને નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજુ રાખેલ જેથી નામદાર નામદાર સેસન્સ કોર્ટ દ્રારા આરોપી રવિરાજ ગુણાભાઈ કુકડીયા તથા ભાવેશ નાથાભાઈ બાવળીયાને રૂ.૧૫૦૦૦/- ના જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ.

આ કામે આરોપીઓ રવિરાજ ગુણાભાઈ કુકડીયા તથા ભાવેશ નાથાભાઈ બાવળીયા વતી મુસ્કાન એસોસિએટસ ના એડવોકેટ શીરાકમુદિન એમ. શેરસીયા, આદિલ એ.માથકિયા, ભરતભાઈ એચ. સંઘવી, ભુપત એસ. લૂંભાણી રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો