skip to content

વાંકાનેર: રાણેકપર શાળામાં શૈક્ષણિક બાલમેળા અને લાઈફ સ્કીલનું આયોજન

લાઈફ સ્કીલ અને ફાયર સેફટી ની બાળકોને તાલીમ અપાઈ

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે શૈક્ષણિક બાલમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાઈફ સ્કીલ અને ફાયર સેફટી ની બાળકોને તાલીમ આપવામાં આવી હતી. બાળકોમાં રહેલી સુશ્રુપ્ત શક્તિઓને ખીલવવા તેમજ બાળકોમાં સર્જનાત્મકતાનો ગુણ વિકસે અને સકારાત્મક અભિગમ વિકસે તે હેતુથી રાણેકપર શાળામાં બાળમેળો તથા લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બાળમેળો તથા લાઈફ સ્કીલ મેળામાં શાળામાં ધો.1થી 5 ના બાળકોને કલર પૂરણી, ચિત્રકામ, કાગળકામ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી તથા ધોરણ 6 થી 8 ના બાળકોને લાઈફ સ્કીલના ધોરણે જીવન ઉપયોગી થાય તેવા કાર્યોને સરળ બનાવવા પંચર કરવું,કુકર ખોલવું વીજળીનો ફ્યુઝ બાંધવો, વાયર લગાવવો, ફાયરના બાટલાને કઈ રીતના ઉપયોગમાં લેવો તેમજ છોકરીઓને હેર સ્ટાઇલ, મહેંદી મૂકવી, પેપરબેગ બનાવવી, કાગળકામ કરવુ તેમજ ફાયર સેફ્ટીની સમજ અને પ્રત્યક્ષ નિરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા દરેક શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી તેમજ બાળકોની સર્જનાત્મક શક્તિને બહાર લાવવા બાળકોના ઉત્સાહ વધારવા તેમાં તત્પરતા દાખવી બાળકોની જાગૃતતા વધારી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો