સૌરાષ્ટ્ર

થાનના વાગડીયા પાસે ટ્રેનમાંથી પટકાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત

માનસીક બિમાર કૃષ્ણ ઓખા-જયપુર ટ્રેનમાં દરવાજે બેઠો’તો ને નીચે પટકાયો

રાજકોટ : થાનના વાગડીયા પાસે ટ્રેનમાંથી પટકાયેલા એમપીના માનસીક બિમાર કૃષ્ણનું રાજકોટ સીવીલે સારવારમાં મોત થયું હતું. બનાવ અંગેની જાણ થતાં સુરેન્દ્રનગર રેલવે પોલીસનો સ્ટાફ સીવીલે દોડી આવ્યો હતો અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડ્યો હતો.

બનાવની વિગત મુજબ મુળ એમપીના રહીશ કૃષ્ણ હદાયત (ઉ.વ.25) ગઇ તા. 19ના એમપીના અનુપ ગઢવી ગુજરાત આવવા માટે ઓખા-જયપુર ટ્રેનમાં બેઠો હતો ત્યારે ટ્રેન થાનના વાગડીયા ગામ પાસે પહોંચી ત્યારે તે ટ્રેનનાં દરવાજા પાસે બેસેલ હતો અને ત્યાંથી નીચે પટકાતા શરીરે ગંભીર ઇજા થતા રેલ્વે સ્ટાફે સારવારમાં પ્રથમ સુરેન્દ્રનગર અને બાદમાં રાજકોટ સિવીલે ખસેડાયા હતા જ્યાં તેમનું ટુંકી સારવારમાં મોત થયું હતું. બનાવ અંગે મૃતકનાં પરીવારને જાણ કરી હતી.

આ સમાચારને શેર કરો