Placeholder canvas

રાણેકપર પ્રાથમિક શાળામાં કલાઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, કવિ સંમેલન અને સંગીત સ્પર્ધાનું આયોજન કરાયું.

રાણેકપર પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત “હર ઘર તિરંગા” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આજ રોજ વાંકાનેર તાલુકાના રાણેકપર ગામની પ્રાથમિક શાળામાં કલાઉત્સવ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત ધોરણ 6 થી 8 ના બાળકો માટે ચિત્ર સ્પર્ધા, કવિ સંમેલન અને સંગીત સ્પર્ધાનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓમાં ચિત્રકલા અને સાહિત્ય કૌશલ્ય વધે અને બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમના ભાગરૂપે આ સ્પર્ધા નું આયોજન કરાયું હતું. જેમાં બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક રણજીતભાઈ લાલજીભાઈ કટેશીયા દ્વારા બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું.

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો