Placeholder canvas

મહિકાના પાટીયા પાસે બાઇક સ્લીપ થતાં ત્રણ બહેનના એકના એક ભાઈનું મોત

ભેંસ આડી ઉતરતાં ઘટના ઘટી: પરિવારમાં આક્રંદ

રાજકોટ : માહિકાના પાટીયા પાસે બાઇક સ્લીપ થતા પરિવારના આધાર સ્તંભ ભાવેશ પટેલનું મોત થતાં નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રાજકોટની ભાગોળે આવેલ માહિકામાં રહેતાં ભાવેશભાઈ છગનભાઇ મોલિયા (પટેલ) (ઉ.વ.30) ગત રાત્રીના પોતાના ઘરેથી બાઇક લઈ ઠેબચડા તરફ જઈ રહ્યા હતાં ત્યારે માહિકા અને થેબચડા ગામની વચ્ચે પહોંચતા ભેંસ વચ્ચે પડતાં બાઇક સ્લીપ થયુ હતું.

જેથી બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા એકઠા થયેલા લોકોએ 108 મારફતે સિવિલે સારવારમાં ખસેડેલ હતો. જ્યાં ટૂંકી સારવારમાં તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં તેનો સ્ટાફ સિવિલે દોડી ગયો હતો, તેઓએ મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. વધુમાં મૃતક અપરિણીત અને ખેતીકામ કરતો હતો તેમજ ત્રણ બહેનનો એકનો એક ભાઈ અને પરિવારના આધારસ્તંભનું મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો.

આ સમાચારને શેર કરો