Placeholder canvas

વિક્રમભાઈ સોરાનીનું “આપ”માં જોડાયા…

વાંકાનેર:વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ગઈ કાલના રોજ આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ દ્વારા “આપ”ના દસ મુરતિયાઓ નામ જાહેર કર્યા હતા.તો બીજી બાજુ આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે આપના પ્રદેશ નેતાઓ એડિચોટીનું જોર લગાવી રહ્યા છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે વધુ એક મોટો યુવા ચહેરો આમ આદમી પાર્ટીમાં જોડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિક્રમ સોરાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વિક્રમભાઈ સોરાણી દરેક સમાજના પ્રશ્નોને સતત વાચા આપતા રહ્યા છે. તેમને અનેક સામાજિક કાર્યોને કારણે સમાજમાં એક ઉંચી નામના મેળવી છે.ત્યારે વિક્રમ સોરાણી આમ આદમી પાર્ટીમાં જોડાતા ભાજપ કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર છે. વાંકાનેર 67 વિધાનસભા સીટ પર કોળી સમાજના વોટ સૌથી વધુ છે તેમજ ભૂતકાળમાં કોળી ઉમેદવારે અનેક વાર અપક્ષ ઉમેદવારી નોંધાવી ચુક્યા છે. જ્યારે જ્યારે પાર્ટીએ કોળી સમાજમાંથી ઉમેદવાર પસંદ કર્યો છે ત્યારે તે જીત્યાં છે, પોપટભાઈ જીંજરિયા તો આ પક્ષમાં પણ જીત્યા હતા ત્યારે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી વિક્રમ સોરાણીને વાંકાનેર વિધાનસભાની ટિકિટ આપે છે કે નહીં ? આ સમાચારથી ભાજપ અને કોંગ્રેસની ઊંઘ હરામ થઇ જશે. વિક્રમ સોરાણી વાંકાનેર વિધાનસભાની ચૂંટણી લડે તો સૌથી મજબૂત ઉમેદવાર તરીકે ઊભરી આવશે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN
આ સમાચારને શેર કરો