રાજકોટની ગોપાલ ડેરી અને મોરબીની મયુર ડેરી વચ્ચે પ્રતિ ફેટ 80 પૈસાનો ફેર: પશુપાલકોને ભારે નુકસાન

વાંકાનેરમાં પ્રતિદિન એવરેજ ૫૫ હજાર લીટર દૂધ રાજકોટની ગોપાલ ડેરીમાં જાય છે અને જો એવરેજ 7 ફેટ ગણીને ચાલીએ તો વાંકાનેરને પ્રતિદિન સવાત્રણ લાખથી વધુની અને મહિનાની આશરે એક કરોડની નુકસાની આવી રહી છે…!!!

વાંકાનેર: ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની સાથે પશુપાલનનો ખૂબ સારો ધંધો વિકસેલ છે અને વાંકાનેરનું દૂધ ખૂબ સારી ગુણવત્તાવાળુ છે. અહિ ખેડૂતો પોતાની ખેતી સાથે સાઈડમાં પશુપાલન દ્વારા આવક મેળવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ પશુપાલન અને ખેતીમાં ખેડૂતો અને પશુપાલકો કાળી મહેનત કરી રહ્યા છે. જયારે તેમને મળનાર વળતરમાં રાજકોટની ગોપાલ ડેરી દ્વારા ખૂબ નિચા ભાવ આપવામાં આવી રહ્યા છે તેવી માહિતી સામે આવેલ છે.

આજે એટલે કે તારીખ 11/ 2/ 2020 ના સવાર ટકથી રાજકોટની ગોપાલ ડેરી અને મોરબીની મયુર ડેરીએ એક પત્ર બહાર પાડીને દુધનાભાવમાં ફેરફાર કરેલ છે. આ પત્ર મુજબ મોરબીની મયુર ડેરીએ ગાયના દૂધના ભાવ પ્રતિ કિલો ફેટના રુ.700 અને ભેંસના દુધના પણ પ્રતિ કિલો ફેટના ભાવ રૂપિયા 700 જાહેર કરેલ છે. જેમાં મંડળીને પ્રતિ કિલો રૂપિયા 5 કમીશન આપવામાં આવે છે. જેથી પશુપાલકને ફેટના પ્રતિ કિલો 695 મળે છે. જ્યારે રાજકોટની ગોપાલ ડેરી એ પણ પોતાના ભાવમાં ફેરફાર કરી અને આજથી લાગુ કરાવાનો પોતાની તમામ દૂધ મંડળીને મોકલવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ રાજકોટની ગોપાલ ડેરીએ ગાયના દૂધના ભાવ પ્રતિ કિલો ફેટના રુ.620 અને ભેંસના દુધના પણ પ્રતિ કિલો ફેટના ભાવ રૂપિયા 620 જાહેર કરેલ છે. જેમાં મંડળીને પ્રતિ કિલો રૂપિયા 5 કમીશન આપવામાં આવે છે. જેથી પશુપાલકને ફેટના પ્રતિ કિલો 615 મળે છે.

આમ રાજકોટની ગોપાલ ડેરી અને મોરબીની મયુરી વચ્ચે ફેટના ભાવમા પ્રતિ કિલોએ રૃપિયા 80 નો ફેર છે જો આ મુજબ મયુર ડેરીનો એક ફેટનો ભાવ 7 રૂપિયા અને પશુપાલકને મળનાર ભાવ 6.95 જયારે રાજકોટની ગોપાલ ડેરીનો એક ફેટનો ભાવ 6.20 રૂપિયા અને પશુપાલકને મળનાર ભાવ 6.15 જાહેર કરેલ છે. આમ રાજકોટની ગોપાલ ડેરી પ્રતિ ફેટ 80 પૈસા ઓછો ભાવ આપી રહી છે.

જો એવરેજ દૂધ 7.5 ફેટનું ગણીએ તો પ્રતિ લિટર 6 રૂપિયા રાજકોટ ડેરી ઓછા આપે છે. જો વાંકાનેરનું પતિ દિવસનું ૫૫ હજાર લીટર દૂધ રાજકોટની ગોપાલ ડેરીમાં જતું હોય તો વાંકાનેર ને રોજની 330000 ખોટ આવે છે. અને મહિને આશરે 99 લાખ એટલે કે લગભગ એક કરોડની ખોટ વાંકાનેરના પશુપાલકોને આવી રહી છે તેમની ભૂલ માત્ર એટલી જ છે કે તેમની દૂધ મંડળી રાજકોટની ગોપાલ ડેરી સાથે જોડાયેલી છે નહીં કે મોરબી ની મયુર ડેરી સાથે… આમ રાજકોટની ગોપાલ ડેરી વાંકાનેરના પશુપાલકો જેવો દિન રાત કાળી મહેનત કરીને ખેતીની સાથે પશુને ઉછેરી અને દૂધ ઉત્પાદન કરે છે તેમના રાજકોટ ડેરી રોજના સવા ત્રણ લાખ અને મહિને એક કરોડ છીનવી રહી છે.

આમ આજ ગ્રામ્ય વિસ્તારની દૂધ મંડળીઓ જે રાજકોટની ગોપાલ ડેરી સાથે જોડાયેલી છે તેમને તેમની સાથે જોડાયેલી રાખવા માટે રાજકીય આગેવાનોએ ઊંધા થઈને મહેનત કરી હતી અવા આગેવાનોને પોતાના વિસ્તારના પશુપાલકોને પ્રતિદિન સવા ત્રણ લાખની ખોટ આવે છે તેમની કોઈ ફિકર હોય તેવું લાગતું નથી. જો આવું ને આવું ચાલ્યું તો વાંકાનેરના આ પશુપાલકોના દર મહિને આશરે એકાદ કરોડ રૂપિયા રાજકોટ ડેરી ઓછા આપશે. આવા આગેવાનો સામે આવા જ ઉઠવો જોઈએ અને જો રાજકોટની ગોપાલ ડેરી ભાવ વધારૉ ન કરે તો મયુર ડેરીનો સંપર્ક કરીને દરેક દૂધ મંડળીના પ્રમુખે પોતાની દૂધ મંડળી મયુર સંઘ સાથે જોડી દેવી જોઈએ એજ દૂધ મંડળીઓ અને દૂધ મંડળીના ગ્રાહકોના હિતમાં છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો