વાંકાનેર: કોઠારીયા ગામે લગ્નમાં મંડપ, લાઇટ ડેકોરેશન અને કારમાં તોડફોડ

ગામના ચાર પીધેલ યુવાનોએ રાત્રે અઢી વાગે આવીને લગ્ન પ્રસંગમાં ગોઠવેલ મંડપ ડેકોરેશન અને કારમાં તોડફોડ કરી….

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે ગત તારીખ ૮મી ફેબ્રુઆરી ના રોજ બાદી અવેશ અલાઉદ્દીનભાઈના ભાઈ ના લગ્ન હોય તેમને તેમના ઘરે અને બાજુની બજારમાં મંડપ તેમજ લાઇટ ડેકોરેશન, ફ્લાવર ડેકોરેશન કરેલ હતું તેમાં રાત્રિના અઢી વાગ્યાની આસપાસ કોઠારીયા ગામ તાવિયા ભાવેશભાઈ હકાભાઇ અને તેની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ આમ કુલ ચાર વ્યક્તિઓ આવીને આ મંડપ, લાઇટ ડેકોરેશન, ફ્લાવર ડેકોરેશન અને કારમાં તોડફોડ કરી ભાગી ગયા હતા.

આ અંગે ગઈકાલે બાદી અવેશ અલાવદીનભાઇએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ 8ના રોજ અમારા ઘરે લગ્ન પ્રસંગમાં સાંજે જમ્યા બાદ ઘર કુટુંબના સભ્યો તથા મહેમાનો અમારા ઘરની બાજુમાં ડીજે પાર્ટીમાં રમતા હતા અને રાત્રીના એકાદા વાગ્યા સુધી બધા લોકો રમીને ગયા બાદ અમે લોકો ફળીમાં બેઠા હતા અને મારા ભાણેજ પરવેજને બજારમાં મંડપ તેમજ લાઇટ ડેકોરેશન ને કોઈ ઢોર નુકસાન ન કરે તેનું ધ્યાન રાખવા બેસાડેલ હતો ત્યારે આશરે રાત્રિના અઢી વાગ્યાની આસપાસ મારો ભાણેજ દોડતો ફળીમાં આવ્યો અને તેમને કહ્યું મંડપ, લાઇટ ડેકોરેશન અને ગાડીમાં ભાવેશ હકાભાઇ તાવિયા જાતે કોળી પોતે અને અન્ય ત્રણ જણા આવીને તોડફોડ કરે છે.

આ વાત સાંભળતા અવેશભાઈ અને બીજા લોકો દોડીને બજારમાં ગયા હતા ત્યારે ભાવેશ અને બીજા ત્રણ લોકો તેને ભાગતા જોયા હતા. તેઓ અપશબ્દો બોલતા હતા તેના પરથી એવું લાગતું હતું કે તેઓ દારૂ પીને આવ્યા હોય. આ લોકો ખોટી રીતે ગામનું વાતાવરણ બગાડવા માટેનું હીન કૃત્ય કરેલ છે, આ બનાવ પછી અમે પણ ખૂબ ગુસ્સામાં હતા પણ ગામના આગેવાનોએ વચ્ચે રહીને આ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા કહેલ અને ગામનું વાતાવરણ ન બગડે તે માટે અમને શાંતિ રાખવા કહેલ.

આ ફરિયાદ મળતા વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે જઈને તપાસ કરીને ipc કલમ 427, 114 તથા જી.પી.એકટ ક 135 મુજબ ગુનો નોંધી અને જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.સી. રામાનુજ કરી રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો